રાજકોટ/ કચરો અલગ કરતાં મનપાની ટીપરવાનમાંથી નવજાત શિશુનું ભ્રૂણ મળી આવ્યું

ના આધારે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ ચૌહાણે બાળકની જનેતાને શોધવા માટે ફરિયાદ દાખલ કરી હતી.અને નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat

રાજકોટ શહેર આવા અનેક કિસ્શસાઓ જોવા મળતા હોય છે  ત્યારે વધુ એક કિસ્સો આજે સામે  આવ્યો છે  જે અંતર્ગત ફરી એક નિષ્ઠુર માતાની નિર્દયતાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના જંગલેશ્વર વિસ્ત્તારમાં આરએમસીની ટીપરવાનમાંથી કચરો અલગ કરતા પ્લાસ્ટિકની કોથળીમાં લપેટેલુ નવજાત શીશુનું ભુણ મળી આવ્યું હતું. જેથી આ અંગે ભકિતનગર પોલીસને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને અજાણી નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો ;અડધી પીચે રમવા આવેલા વિજય રૂપાણીના રાજીનામાં પાછળના શું છે મુખ્ય કારણો?

આ અંગે પ્રાપ્ત માહિતી મુજ્બ શહેરમાં જંગલેશ્વર શેરી નં.7 હુસૈની ચોકથી આગળ કનૈયા ચોક પાસે આરએમસીની ટીપરવાનના ચાલક તથા હેલ્પર જીવણભાઇ સાગઠીયાને ટીપરવાનમાંથી કચરો અલગ કરતા હતા ત્યારે એક કાળા કલરની પ્લાસ્ટીકની કોથળી નીકળતા કોથળીમાં નવજાત શીશુની ભુણ જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :શું ગુજરાતના નવા મુખ્યમંત્રી પાટીદાર હશે?

તેથી તુરંત તેમણે આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. જેના આધારે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ ચૌહાણે બાળકની જનેતાને શોધવા માટે ફરિયાદ દાખલ કરી હતી.અને નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :રાજકોટમાં બે મિત્રોએ સજોડે કર્યો આપઘાત, 2 પરિવારોના કુળદીપક બુઝાયા