શ્રદ્ધા/ CM બની ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા આ મંદિરે, મહંત-પૂજારીઓ પાસેથી મેળવ્યા આશિર્વાદ

તેમને નવી જવાબદારી વહન કરવાનું આત્મબળ, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ધેર્ય અને મજબૂત મનોબળ માટે પ્રાર્થના કરી હતી

Top Stories

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળીને આવ્યા પછી ભગવાનના આર્શિવાદ લેવા મંદિર પહોંચ્યા હતા. તેમને પોતાના શ્રદ્ધાળુ પ્રભુના દર્શન કરીને પ્રાર્થના કરી હતી.

ગુજરાતના નવ નિર્વાચિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  રવિવારે સવારથી જ કમલમની તૈયારીમાં હતા.રાજ્યભરના પ્રચાર-પ્રસાર માધ્યમો ગુજરાતના નવા મુખ્યમંત્રીને લઇને જુદી-જુદી અટકળો ચાલી રહી હતી. પણ આટલા ભાજપી કાયકર્તાઓ વચ્ચે એક જ ચહેરા પર ના તો કોઈ ઉચાટ હતો, કે ના તો કોઈ હાવભાવ અને તે હતા ઘાટલોડીયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ. તેમના નામના ઉલ્લેખ સાથે શુભેચ્છાઓ મળવા લાગી હતી તેઓ રાજ્યપાલને મળીને  ત્રિ-મંદિરના દાદા ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેમને ત્રિ-મંદિરના દાદા ભગવાનમાં અસીમ શ્રદ્ધા ધરાવે છે.  તેમને નવી જવાબદારી વહન કરવાનું આત્મબળ, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ધેર્ય અને મજબૂત મનોબળ માટે પ્રાર્થના કરી હતી.

ત્રિ મદિરમાં પૂજન-દર્શન કર્યા બાદ સીધા જ તેઓ જગત નાથ,જગન્ન્નાથ મંદિર પહોચી ગયા હતા. ભગવાન જગન્નાથના પૂજન-એચ્ન કરી અહીં પણ પોતાને મળેલી જવાબદારી નિષ્કલંક નિભાવી જાણવાના આશીર્વચન માંગ્યા હતા. મંદિરના મહંત-પૂજારીઓ પાસેથી પણ આશિર્વાદ મેળવ્યા હતા.