રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. દિવસે ને દિવસે વધી રહેલ અકસ્માતની ઘટનામાં અનેક માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે સોમવાર વહેલી સવારે અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર એક ગોઝારો અકસ્માત ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જયારે અન્ય 4 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. જો કે આ અકસ્માતની ઘટના એટલી ભયાનક હતી કે તે જોઇને ત્યાં હાજર 108 એમ્બ્યુલન્સ સેવાના મેડીકલ સ્ટાફ સહીત અન્ય સ્થાનિક લોકોની કંપારી છૂટી ગઈ હતી.
આ પણ વાંચો :ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણમાં MP ના CM શિવરાજ સિંહ ચૌહાણ રહેશે હાજર
મળતી માહિતી મુજબ, અમદાવાદના ધંધુકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ઇકો કાર રોડ પર ઊભેલી ટ્રેક પાછળ ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માત એટલો ગંભીર હતો કે એમાં ઇકો કારનો ભૂક્કો થઈ ગયો હતો. કારમાં સવાર ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય ચાર જેટલી વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ઇકો કારની ઝડપ ખૂબ વધારે હતી અને તે રોડ પર ઊભી રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માત એટલો ખતરનાક હતો કે ત્યાં ઘટનાસ્થળે પહોંચેલા 108ના સ્ટાફે કારમાં ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યા હતા.
આ પણ વાંચો :ગુજરાતના નવા નાથ બન્યા ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી કરાયું નામ
બીજી બાજુ આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ધંધુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા સહિતની કામગીરી શરૂ કરાવી હતી.
ઉલ્લેખનીય છે કે ધંધુકા-બગોદરા રોડ પર જ ગત અઠવાડિયે એક બસ પલટી ગઈ હતી. જેમાં 35થી વધારે મુસાફરોને ઈજા પહોંચી હતી. ખાનગી કંપનીની બસ સૌરાષ્ટ્ર તરફ જઈ રહી હતી ત્યારે ધંધુકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી ગઈ હતી.
આ પણ વાંચો :હું મુખ્યમંત્રી પદના દાવેદાર નથી, તમામ 182 માંથી 182 બેઠકો જીતીશું : સી.આર પાટીલ
આ પણ વાંચો :નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ, પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ગુજરાતમાં
