NEET exam/ તામિલનાડુના CM સ્ટાલિને વિધાનસભામાં NEET નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો

રાજ્યના તબીબી શિક્ષણના ઉમેદવારોને NEET માંથી મુક્તિ આપવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી માંગવામાં આવી છે,વિધાનસભામાં આ મામલે બિલ પારિત કર્યો છે

Top Stories
NEET

તમિલનાડુ સરકારે સોમવારે  વિધાનસભામાં NEET મામલે  એક બિલ રજૂ કર્યું છે. જેમાં રાજ્યના તબીબી શિક્ષણના ઉમેદવારોને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) માંથી મુક્તિ આપવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી માંગવામાં આવી છે. તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિને વિધાનસભામાં કહ્યું કે આજે મેં NEET સામે ઠરાવ કર્યો છે. તમે (AIADMK) પણ આ પ્રસ્તાવ લાવ્યા હતા. હું વિપક્ષને વિનંતી કરું છું કે તેઓ આ ઠરાવને પોતાનો ટેકો આપે.

 

 

 

અગાઉ પણ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને AIADMK ના નેતા એડપ્પડી કે પલાનીસ્વામીએ  જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ અહીં NEET પરીક્ષા લેવા અંગે સંપૂર્ણપણે મૂંઝવણમાં છે. DMK સરકાર પાસે NEET પર કોઈ સ્પષ્ટ વલણ નથી. ગઈકાલે એક વિદ્યાર્થી ધનુષે આત્મહત્યા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે આ માટે ડીએમકે જવાબદાર છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે સારી તૈયારી કરી ન હતી કારણ કે DMK- સરકારે કહ્યું હતું કે NEET રદ કરવામાં આવશે. પલાનીસ્વામીએ કહ્યું કે અમે આના વિરોધમાં બહાર આવવાનો નિર્ણય કર્યો છે. અમે NEET પ્રસ્તાવને ટેકો આપીશું.

ઉલ્લેખનીય છે કે  રવિવારે દેશભરમાં NEET ની પરીક્ષા લેવાના એક દિવસ પહેલા NEET ઉમેદવારના આત્મહત્યાના કેસે શનિવારે રાજ્યમાં રાજકીય તોફાન ઉભું  કર્યું હતું. આ પછી જ રવિવારે મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કહ્યું હતું કે NEET દેશમાં મોટો મુદ્દો છે. સ્ટાલિને તમિલમાં ટ્વિટર પોસ્ટમાં કહ્યું, “NEET ની વેદી પર બીજું મૃત્યુ … કાલે આપણે NEET માટે કાયમી મુક્તિ બિલ લાવીશું. ચાલો NEET ને ભારતીય ઉપખંડના મુદ્દા તરીકે લઈએ.”