Sabarkantha News/ સાબરકાંઠામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : 11 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે 2 આરોપીની ધરપકડ કરી 21 ફરાર આરોપીની શોધ હાથ ધરી

Top Stories Gujarat

Sabarkantha News : સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના માવણા મુવાડા ગામની સીમમાં ખારી નદીના કાંઠે દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતી એસએમસીના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ. 2,34,400 ની કિંમતનો દેશી દારૂ, રૂ.5,63,375 ની કિંમતનો વોશ, પાંચ વાહનો, મેટલ વેસલ, ઈલેતટ્રિક વોટર પંપબે મોબાઈલ મળીને કુલ રૂ. 11,11,145 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે વિષ્ણુસિંહ એ.ઝાલા અને કુલદીપસિંહ એસ.ઝાલાની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર 21 આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ચલાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં CBI ના અધિકારીની ઓળખ આપીને યુવક સાથે 2.92 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: સ્ત્રી શક્તિ યોજના હેઠળ લોન કૌભાંડમાં અમદાવાદના દંપતીએ રૂ. 2.24 લાખની છેતરપિંડી કરી

આ પણ વાંચો: અમદાવાદમાં ચાલતા કેનેડા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ, અનેક લોકો સાથે છેતરપિંડી