Vadodara News: વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 હેઠળ આવેલા ઉંડેરા વિસ્તારમાં ગટર વ્યવસ્થાની સમસ્યાએ સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. વૃંદાવન ચોકડીથી યુનિયન બેંક સુધીના વિસ્તારમાં અનેક સ્થળોએ ગટરનું પાણી રસ્તાઓ પર ઉભરાતું હોવાની ફરિયાદો સામે આવી છે. જેના કારણે રોજિંદી અવરજવર પ્રભાવિત થઈ રહી છે અને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ગટરનું ગંદુ પાણી (Sewage Water Problem) મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ પર સતત ભરાઈ રહે છે. પરિણામે દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવમાં વધારો થયો છે, જે જાહેર આરોગ્ય માટે ચિંતાજનક બની રહ્યો છે.
Sewage Water Problem: ઉંડેરામાં લોકો પરેશાન
સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ગટર લાઇનમાં ખામી અથવા લીકેજને કારણે કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીમાં પણ ગંદુ પાણી મિશ્રિત (Sewage Water Problem) થઈ રહ્યું છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમ છતાં રહેવાસીઓએ શુદ્ધ પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
વિસ્તારના લોકોનું કહેવું છે કે આ મુદ્દે વડોદરા મહાનગરપાલિકામાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. જેના કારણે લોકોમાં પાલિકાની કામગીરીને લઈને નારાજગી વધી રહી છે.
સ્થાનિકોએ માંગ કરી છે કે પાલિકાના જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરે, ગટર લાઇનનું તાત્કાલિક સમારકામ કરાવે અને પીવાના પાણીની ગુણવત્તાની તપાસ કરે. જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સ્થાનિકોએ પાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે.
આ પણ વાંચો:સ્માર્ટ સિટી કે બીમાર સિટી? ગાંધીનગરમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો
આ પણ વાંચો:વસ્ત્રાલમાં ગટરના ગંદા પાણીનો ત્રાસ, નાગરિકોને હાલાકી, તંત્રની ઉદાસીનતા
આ પણ વાંચો:અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ
