અફઘાનિસ્તાનની સરહદે આવેલા પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા (કેપીકે) પ્રાંતમાં બુધવારે એન્કાઉન્ટરમાં સાત પાકિસ્તાની સૈનિકો અને પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર) ના નિવેદન અનુસાર, આતંકવાદીઓ અને પાકિસ્તાન સેના વચ્ચે એન્કાઉન્ટર એક ખાનગી કમ્પાઉન્ડ નજીક શરૂ થયું હતું. જ્યાં પાકિસ્તાની સેનાના સાત જવાનો માર્યા ગયા હતા છુપાયેલા પાંચેય આતંકવાદીઓને પણ સૈનિકોએ મારી નાંખ્યા હતા.
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહમૂદ ખાને સૈનિકોની શહીદી પર દુ:ખ વ્યક્ત કર્યું છે તેમણે કહ્યું કે સમગ્ર રાષ્ટ્ર આતંકવાદ સામેની લડાઈમાં સશસ્ત્ર દળોની સાથે છે.ઉલ્લેખનીય છે કે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ આ બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં આતંકની ઘટનાઓ વધી છે.
જુલાઇમાં ખૈબર પખ્તુનખ્વામાં થયેલા આતંકવાદી હુમલામાં નવ ચીનીઓ સહિત ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ચીનના ઇજનેરો અને કામદારોને લઇ જતી એક બસ અપર કોહિસ્તાન જિલ્લામાં નિર્માણાધીન દાસુ ડેમ સાઇટ પર વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ બસ ઉંડી ખાઈમાં પડી હતી.
