કોસ્ટગાર્ડ/ કોસ્ટગાર્ડે બોટમાં સવાર 12 પાકિસ્તાનીઓને ભારતની સરહદથી પકડ્યા

ભારતીય કોસ્ટગાર્ડે બુધવારે કહ્યું હતું પાકિસ્તાનથી આવેલી બોટને અટકાવી હતી,આ બોટ ભારતીય વિસ્તારમાં ઘૂસી હતી બોટમાં 12 લોકો સવાર હતા

Top Stories

ભારતીય કોસ્ટગાર્ડે બુધવારે કહ્યું હતું પાકિસ્તાનથી આવેલી બોટને અટકાવી હતી,આ બોટ ભારતીય વિસ્તારમાં ઘૂસી હતી. આ બોટમાં 12 લોકો સવાર હતા જે પાકિસ્તાન તરફથી આવ્યા હતા. ભારતીય જહાજ રત્નાએ ગુજરાત સરહદ નજીક ઘૂસણખોરોને ટ્રેક કર્યા હતા, તેમના સર્વેલન્સ મિશન દરમિયાન પાકિસ્તાની બોટ અલ્લાહ પાવાવકલને શોધી કાઢી હતી. ભારતીય સરહદમાં આ પાકિસ્તાની બોટ પર 12 લોકો હાજર હતા. કોસ્ટગાર્ડના જવાનોએ તરત જ બોટને  પકડી લીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે રાત્રે આ બોટ સર્વેલન્સ મિશન દરમિયાન પકડાયું હતું. ખાસ વાત એ છે કે ખરાબ હવામાન હોવા છતાં આ પાકિસ્તાની બોટ રત્નાકરની નજરથી બચી શકી ન હતી કોસ્ટ ગાર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં  કહેવામાં આવ્યું છે કે 14 સપ્ટેમ્બરની રાત્રે ભારતીય તટરક્ષક જહાજ રાજ રત્નાએ સર્વેલન્સ મિશન દરમિયાન પાકિસ્તાની બોટને શોધી કાઢયું હતું. અલ્લાહ પાવાવકલ નામના આ બોટ પર 12 ક્રૂ મેમ્બર્સ હતા. આ બોટ ગુજરાતના દ્વારકા જિલ્લામાં આવેલા ઓખામાં લાવવામાં આવ્યું હતું. વધુ તપાસ હાથ ધરી છે..