રાજધાની દિલ્હીના લોધી રોડ વિસ્તારના સીજીઓ કોમ્પ્લેક્સમાં સ્થિત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) બિલ્ડિંગમાં આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી હતી. હાલમાં, બિલ્ડિંગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો :રાઉતનો ટોણો / પીએમ મોદીના બર્થડે પર શિવસેનાનો કટાક્ષ, પૂછ્યું મોંધવારી ઓછી વાળી કેક ક્યારે કાપશે?
જાણવા મળ્યું છે કે ફાયર વિભાગને 1.36 વાગ્યે સીબીઆઈ બિલ્ડિંગમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. હકીકતમાં, તમામ પ્રકારના અત્યંત મહત્વના અને ગોપનીય દસ્તાવેજો સીબીઆઈના મુખ્યાલયમાં હાજર છે. આવી સ્થિતિમાં અહીં આગની ઘટના ખૂબ મોટી બની જાય છે.
Delhi: Fire breaks out in basement of the CBI building at CGO complex in Lodhi Road area today. All officers and staff in the building have been evacuated. Eight fire tenders rushed to the spot. Further details awaited.
— ANI (@ANI) September 17, 2021
આ પણ વાંચો :પોસ્ટર વોર / આતંકી કપડામાં જોવા મળ્યા અમેરિકી રાષ્ટ્રપતિ,લખવામાં આવ્યું-મેકિંગ તાલિબાન ગ્રેટ અગેન
આપને જણાવી દઈએ કે આ વર્ષના જુલાઈ મહિનામાં પણ આ બિલ્ડિંગના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, તે સમયે કોઈ જાન -માલનું નુકસાન થયું ન હતું.
આ પણ વાંચો :બિહાર / વૃદ્ધાવસ્થા પેન્શન ચેક કરવા ગયા વૃદ્ધ, ખાતામાં આટલા કરોડ જોઇને ઉડી ગયા હોશ!!
આ પણ વાંચો :Birthday / PM મોદીના જન્મદિવસ પર રાહુલ ગાંધીએ કર્યું વિશ, અમિત શાહે પણ પાઠવ્યા અભિનંદન
