હિજાબને લઇને આ સમયે પાકિસ્તાનમાં વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક પાકિસ્તાની ન્યૂઝ એન્કર હિજાબ વિશે વાત કરી રહ્યા છે. આ પછી, તે પોતે લાઇવ ટીવી પર હિજાબ પહેરે છે અને હિજાબ પહેરેલી મહિલાઓની હિમાયત કરે છે. એન્કર કહે છે કે હિજાબ ઇસ્લામિક સંસ્કૃતિનો એક ભાગ છે અને તેને પહેરવાથી વિચારસરણી બદલાતી નથી. ચાલો જાણીએ કે હિજાબને લઈને પાકિસ્તાનમાં વાતાવરણ શા માટે ગરમ છે.
તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો પાકિસ્તાનના સમા ટીવીના ન્યૂઝ એન્કરનો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના પ્રખ્યાત ન્યૂઝ એન્કર કિરણ નાઝ છે. તે લાઇવ ડિબેટમાં પ્રોફેસર પરવેઝ હૂડભોયના નિવેદનનો ઉલ્લેખ કરી રહી છે, જેમાં પ્રોફેસરે હિજાબ પહેરેલી મહિલાઓને અસામાન્ય ગણાવી હતી. તે હિજાબનો બચાવ કરે છે અને પછી લાઇવ ટીવી પર જાતે હિજાબ પહેરે છે.
Good on you girl for putting this man in his place. Unbelievable that a man of Pervez Hoodbhoy’s stature can make such outrageous comments against those wearing hijab. He needs treatment. #Pervezhoodbhoy pic.twitter.com/IpumFUGCYq
— Lubna U Rifat (@lubnaurifat) September 16, 2021
પ્રોફેસર પરવેઝ હડભોયે હિજાબ વિશે શું કહ્યું?
પાકિસ્તાનની કાયદે-એ-આઝમ યુનિવર્સિટીમાં ભણાવતા પરવેઝ હુડભોયે જણાવ્યું હતું કે, “મેં વર્ષ 1973 થી ભણાવવાનું શરૂ કર્યું, ત્યારે પણ ભાગ્યે જ કોઈ છોકરી બુરખામાં જોવા મળતી હતી. હવે હિજાબ અને બુરખો સામાન્ય થઈ ગયો છે. હવે સામાન્ય છોકરીઓ તો જોવાજ નથી મળતી. અને જયારે તે ક્લાસૃમમાં હિજાબમાંબેસે છે ત્યારે તેની પ્રવૃતિમાં મોટો ઘટાડો જોવા મળે છે. ત્યાં સુધી કે તે વર્ગમાં છે કે નહીં તે પણ ખબર નથી પોડતી. તે હિજાબ કે બુરખામાં લપેટાયેલી જોવા મળે છે.
જમ્મુ-કાશ્મીર / શ્રીનગરના નૂરબાગમાં સુરક્ષા દળો પર આતંકવાદીઓનો ગોળીબાર
ગોધરા / ગણેશ વિસર્જન બાદ તળાવો પુરવાની જવાબદારી કોની ?
પ્રોફેસર પરવેઝ હડભોયના આ નિવેદનનો વિરોધ કરતા ન્યૂઝ એન્કર કિરણ નાઝે લાઇવ ટીવી પર હિજાબ પહેર્યો હતો. અને પોતાના લાઈવ પ્રોગ્રામમાં કહ્યું, “પ્રોફેસર પરવેઝ હડભોય પાકિસ્તાનનું મોટું નામ છે. અને તેઓ અમેરિકાથી આવ્યા છે. તેમણે પોતાનું આખું જીવન અહીં ભણાવવામાં સમર્પિત કર્યું છે. છેલ્લા 40 વર્ષથી તેઓ કાયદે-એ-આઝમમાં શિક્ષણ આપી રહ્યા છે.
તેણી ઉમેરે છે, “ભલે હું હિજાબ પહેરતી નથી, પણ હું હિજાબ પહેરતી મહિલાઓને અસામાન્ય નથી માનતી. તેથી જ હું આજના શોમાં હિજાબ પહેરીને બેસીશ. હું આજે હિજાબ પહેરીને આખો શો કરીશ.” આ પછી તે લાઇવ ટીવી પર હિજાબ પહેરે છે.
