ગુજરાતમાં થોડા દિવસ પહેલા નવી સરકાર બની છે તેમાં નવા દિગ્ગજ નેતાઓને સ્થાન મળ્યું નથી અને નવા મંત્રીમંડળની ટીમ સાથે સરકાર રચાઇ હતી,ભાજપના સાસંદ નારણ કાછડિયાએ નીતીન પટેલ પર વિવાદીત નિવેદન આપ્યો હતો તેના જવાબમાં નીતિન પટેલે પલટવાર કર્યો છે.
નીતિન પટેલે આજે નારણ કાછડિયાને જવાબ આપતા કહ્યું કે બે દિવસથી સમાચાર માધ્યમથી સમાચાર જોયા ,નારાયણ કાછડિયા અમારા સિનીયર સાંસદ છે. વિસ્તારના કામ માટે અનેક ધારાસભ્યો અને અનેક નેતાઓ મારી મુલાકાતે આવતાં હોય છે. મે નાણામંત્રી,માર્ગ મકાન અને આરોગ્ય મંત્રી તરીકે કામ કર્યું છે. હું અને ભૂપેન્દ્ર સિંહ વરિષ્ઠ મંત્રી હતી જેના લીધે જેના લીધે અનેક લોકો મળવા આવતાં હતા 500 થી 700 લોકો મુલાકાત લેતા હતા. જેમાં ધારાસભ્યો અને સાંસદો સઅને મંત્રીઓ પણ આવતા હતા ,મને નથી ખબર કે તેમણે આવું કેમ કહ્યું ?
નોધનીય છે કે નીતિન પટેલે અગાઉ કહ્યું હતું કે હું કોઈ વ્યક્તિનું નામ નથી દેતો, સ્વભાવિક છે કે કેટલાક લોકો જે રાજકીય રીતે જુદી વિચારસરણી ધરાવતા હોય અને તે મારા હિતેચ્છુ નાં હોય તેવા લોકોને કદાચ હું મંત્રી નાં રહું એમાં આનંદ થતો હોય. મેં એમ પણ કહ્યું છે કે મહેસાણા જિલ્લાની 99.99 ટકા જનતાને હું મંત્રી નથી તેનું દુ:ખ છે, ફક્ત 0.1 ટકા લોકો એવા છે કે જેમને મારા તરફ ઈર્ષ્યા હોય. હું મંત્રી નથી તેનો એ લોકોને છુપો આનંદ પણ હોય શકે.
ઉલ્નીલેખનીય છે કે નીતિન પટેલનાં એક વીડિયો પર ફેસબુકમાં ભાજપનાં સાંસદ નારણ કાછડિયાએ કોમેન્ટ કરીને ખૂલેઆમ વિરોધ વ્યક્ત કર્યો છે. કાછડિયાએ કોમેન્ટમાં કહ્યું છે કે ગાંધીનગરમાં અમે આવીએ ત્યારે તો સામે પણ નહોતા જોતાં, કામ કરવાની વાત તો પછી રહી. જોકે કાછડિયાની આ કોમેન્ટ પર નીતિન પટેલનાં સમર્થકો પણ મેદાનમાં આવ્યા હતા અને કાછડિયાને સોશ્યલ મીડિયા પર તાબડતોબ જવાબ આપ્યો હતો. કાછડિયાએ આ મુદ્દે જવાબ આપતા કહ્યું છે કે ગાંધીનગર જતાં ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓને આ જ અનુભવ થયો છે આ કડવો અનુભવ મારો એકલાનો નથી.
