રાજય માં આવા કિસ્સાઓ દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. રાજય માં લૂટ, મૃત્યું, અકસ્માત જેવા કિસ્સા દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે . ત્યારે ક12 વર્ષના બાળકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ઘરના બાથરૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. શુક્રવારે બાળકે ભરેલા આ અંતિમ પગલાને કારણે આખા પરિવારમાં આઘાત અને શોકનો માહોલ છવાયો છે. હાલ આ વિદ્યાર્થીએ કયા કારણોથી આપઘાત કર્યો તે હજી સામે આવ્યુ નથી. હાલ પોલીસે આ અંગે વધુ જાણકારી મેળવી રહી છે.
આ પણ વાંચો :પાકિસ્તાનમાં તેના નાગરિકો પર સતત હુમલાથી પરેશાન ચીન
આ કેસમાં મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં 12 વર્ષના વિદ્યાર્થી તેના માતાપિતા અને ભાઇ-બહેનો સાથે રહેતો હતો. વિદ્યાર્થીએ શુક્રવારની બપોરે સ્કૂલેથી આવ્યા બાદ બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જેના કારણે આખો પરિવાર શોકમાં સરી પડ્યો હતો. મૃતક પાર્થ ધોરણ-8નો વિદ્યાર્થી હતો અને શુક્રવારે શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા સાથે સૂઇ ગયા બાદ બાથરૂમ જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. બાદમાં આપઘાત કરેલી હાલતમાં મળ્યો હતો.
આ પણ વાંચો :કન્હૈયા અને જીગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે
બાળકના આ અંતિમ પગલા પાછળના કોઇ કારણ અંગે પરિવાર કાંઇ જાણતું નથી. બાળકના પિતા રામભાન શાહુએ મીડિયા સાથેની મીડિયા સાથેની વાતચીત પ્રમાણે, પુત્રના આપઘાતના કારણથી અજાણ છે. આપઘાતનું કોઈ કારણ જ ખબર ન પડી, મને સુવડાવી કુદરતી હાજતે ગયો હતો. સાંજે ચાર કલાકે માતાએ ફાંસો ખાધેલી હાલતમાં દીકરાને જોયો હતો. ગભરાયેલી માતાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો :પ્રેમસંબંધમાં આડખીલીરૂપ સગીરાનું બહેનપણી અને પ્રેમીએ કાસળ કાઢી નાખ્યું
