ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાવાયરસે સૌથી વધુ અમેરિકાને નુકસાન પહોંચાડ્યુ છે. અહી સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ પરિસ્થિતિ જોવા મળી હતી. અહી જ્યારે કોરોનાવાયરસે પોતાના પ્રકોપ વધારી દીધો છે. ત્યારે અવનવા વેરિઅન્ટ આ તકલીફોમાં વધારો કરી રહ્યુ છે.

આ પણ વાંચો – મુલાકાત / PM મોદીએ ત્રણ દિવસની અમેરિકી યાત્રાને લઇને કર્યુ ટ્વીટ – US સાથે સંબંધો વધુ મજબૂત થશે
આપને જણાવી દઇએ કે, તાજેતરમાં વૈજ્ઞાનિકોએ લોકોને નવા ખતરનાક વેરિઅન્ટને લઇને ચેતવણી આપી હતી. સંશોધકોનું કહેવું છે કે અત્યારે કોરોનાનાં આ નવા વેરિઅન્ટનાં કેસ બહુ ઓછા છે, પરંતુ લોકોએ તેની સાથે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. કોરોનાનું નવુ વેરિઅન્ટ R.1 કોઇ નવું વેરિઅન્ટ નથી. આ વેરિએન્ટને ગયા વર્ષે જાપાનમાં પ્રથમ વખત પ્રકાશમાં આવ્યું હતું, ત્યારથી આ વેરિઅન્ટ હવે વિશ્વનાં અન્ય દેશોમાં વધી રહ્યું છે. નોંધનીય છે કે કોરોના સંક્રમણનો પહેલો કેસ 2019 નાં અંતમાં નોંધાયો હતો. ચીનનાં વુહાન શહેરથી શરૂ થયેલો આ વાયરસ સમગ્ર વિશ્વને ધીમે ધીમે પોતાની ઝપટમાં લઇ રહ્યો હતો. જો આપણે આંકડાઓની ભાષામાં વાત કરીએ તો, અત્યાર સુધી કોરોના સંક્રમણથી વૈશ્વિક સ્તરે 47,57,299 લોકોનાં મોત થયા છે. હાલમાં, સૌથી વધુ અસરગ્રસ્ત દેશો અમેરિકા, બ્રાઝિલ અને ભારત છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણનાં 33,651,221 કેસ નોંધાયા છે. તેની ઝપટનાં કારણે, 4,46,948 લોકો મૃત્યુનાં ખોળામાં જતા રહ્યા છે. તાજેતરમાં, ભારતમાં કેરળમાં સંક્રમણની ગતિ ખૂબ જ ઝડપી છે. નોંધપાત્ર વાત એ છે કે, કોરોનાની બીજી લહેરે આપણા દેશમાં સૌથી વધુ વિનાશ કર્યો હતો.

આ પણ વાંચો – સાવધાન! / આંધ્રપ્રદેશ અને ઓડિશા તરફ વધી રહ્યુ છે ‘ગુલાબ’ વાવાઝોડું, IMD એ જાહેર કર્યુ ઓરેન્જ એલર્ટ
આવી સ્થિતિમાં, કોરોના વાયરસનો અભ્યાસ કરતા નિષ્ણાતોએ લોકોને નવા અને ખૂબ જ ખતરનાક વેરિઅન્ટ વિશે ચેતવણી આપી છે. સંશોધકોએ તાજેતરમાં અમેરિકામાં કોરોનાનાં નવા વેરિઅન્ટ R.1 ની ઓળખ કરી છે. નિષ્ણાતોનાં મતે, ભલે કોરોનાનાં આ નવા વેરિઅન્ટનાં કેસ હાલમાં ખૂબ ઓછા છે, પરંતુ તેનાથી દૂર રહેવાની જરૂર છે. નિષ્ણાતોનાં મતે, આ વેરિઅન્ટની પ્રકૃતિને જોવામાં આવી છે તેના આધારે, તે એકદમ ચેપી હોઈ શકે છે. કોરોનાનું નવું વેરિએન્ટ R.1 કોઇ નવું વેરિઅન્ટ નથી. આ વેરિએન્ટ ગયા વર્ષે જાપાનમાં મળી આવ્યું હતું. હવે આ વેરિએન્ટ અન્ય દેશોમાં પણ દસ્તક આપી રહ્યું છે. અત્યાર સુધી, અમેરિકા સહિત લગભગ 35 દેશોમાં તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. રિપોર્ટ અનુસાર, વિશ્વભરમાં 10,000 થી વધુ લોકો આનો શિકાર બન્યા છે.
