IPL 2021/ રોમાંચથી ભરેલી મેચમાં પંજાબે મેળવી જીત, હૈદરાબાદ થયુ Playoff થી બહાર

IPL 2021 માં, શનિવારે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ જીતવાની નહી પણ, આશાઓ બચાવવાની લડાઇ થઇ હતી. જેમાં પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 126 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

Sports

શનિવારે IPL માં દિવસની બીજી મેચમાં પંજાબ કિંગ્સ (PBKS) એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 5 રનથી હરાવ્યુ હતુ. IPL 2021 માં, શનિવારે પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SHR) વચ્ચે મેચ જીતવાની નહી પણ, આશાઓ બચાવવાની લડાઇ થઇ હતી. જેમાં પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 126 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

આ પણ વાંચો – IPL 2021 / ગૌતમે આપ્યું ગંભીર Statement, કહ્યુ- CSK નાં પ્લેઓફમાં ક્વોલિફાય કર્યા બાદ માહી કરે આ કામ

સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 120 રન જ બનાવી શક્યું હતું. જણાવી દઇએ કે, સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા આવતા પંજાબની શરૂઆત સારી નહોતી રહી. કેપ્ટન કેએલ રાહુલ 26 રનનાં સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 21 રન બનાવ્યા હતા. આ પછી, મયંક અગ્રવાલ પણ 27 નાં સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. તેણે રન બનાવ્યા હતા. આ પછી ટીમનો રન રેટ ઘણો ધીમો થઈ ગયો હતો. પંજાબ 6 ઓવરમાં માત્ર 29 રન જ બનાવી શક્યું હતું. આ પછી ગેલ અને માર્કરામે ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્રિસ ગેલે 14 રન બનાવ્યા અને રાશિદ ખાનનાં બોલ પર LBW થયો હતો. આ પછી, જ્યારે ટીમનો સ્કોર 66 રન હતો, ત્યારે નિકોલસ પૂરણ પણ પેવેલિયન પરત ફર્યો. સંદીપ શર્માએ પોતાની બોલ પર જ તેને કેચ આઉટ કર્યો હતો. આ પછી પંજાબનો સ્કોર માત્ર 88 રન સુધી પહોંચ્યો હતો કે એડમ માર્કરામ પણ 27 રન બનાવી આઉટ થયો હતો.

તેણે સમદનાં બોલ પર પાંડેને કેચ આપ્યો હતો. આ પછી દિપક હુડા 13 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ હોલ્ડરે લીધી હતી. પંજાબનાં 100 રન 17 ઓવરમાં થયા હતા. નાથન એલિસ 19 મી ઓવરમાં 12 રન બનાવી આઉટ થયો હતો. પંજાબની આખી ટીમ 20 ઓવરમાં 125 રન જ બનાવી શકી હતી. તેના જવાબમાં હૈદરાબાદની શરૂઆત પણ ઘણી ખરાબ રહી હતી. ડેવિડ વોર્નરે પ્રથમ ઓવરમાં બે રન બનાવી શમીનાં બોલ પર રાહુલને કેચ આપી દીધો હતો. આ પછી વિલિયમસન પણ ત્રીજી ઓવરમાં શમીનાં હાથે બોલ્ડ થયો હતો. તેણે 1 રન બનાવ્યો હતો. આ પછી મનીષ પાંડે પણ 13 રન ફટકાર્યા બાદ બિશ્નોઈનાં બોલ પર બોલ્ડ થયો હતો.

આ પણ વાંચો – DC vs RR / 10 વર્ષ પછી બીજી વખત આવું થયું, રાજસ્થાનના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ

હૈદરાબાદનાં બેટ્સમેનો પંજાબની બોલિંગ સામે રન પણ બનાવી શક્યા ન હોતા. હૈદરાબાદનાં 50 રન 11 મી ઓવરમાં પૂર્ણ થયા હતા. બિશ્નોઈએ 56 રનનાં સ્કોર પર કેદાર જાધવને પણ બોલ્ડ કર્યો હતો. તેણે 12 રન બનાવ્યા હતા. આ પછી અબ્દુલ સમદ પણ એક રન કર્યા બાદ આઉટ થયો હતો. આ પછી, હોલ્ડર અને સાહાએ તાબડતોડ રમવાનું શરૂ કર્યું પરંતુ સાહા 92 નાં સ્કોર પર પેવેલિયન પરત ફર્યો. તે 31 નાં સ્કોર પર રન આઉટ થયો હતો. આ પછી, હોલ્ડરે ઝડપી ઇનિંગ સાથે મેચને રોમાંચક બનાવી દીધી. જોકે, રાશિદ ખાન 105 રનનાં સ્કોર પર આઉટ થયો હતો. આ પછી ભુવનેશ્વર આવ્યો અને હોલ્ડરને ટેકો આપ્યો. હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે 17 રનની જરૂર હતી પરંતુ ટીમ લક્ષ્યાંક હાંસલ કરી શકી નહી. સમગ્ર ટીમ સાત વિકેટે 120 રન જ બનાવી શકી હતી. હવે IPL (IPL 2021) માં SHR નાં પ્લેઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ છે.