પ્રવાસ/ ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા માટે પ્રિયંકા વાડ્રા આવતીકાલે લખનૌની રાહ પર

એવું માનવામાં આવી રહ્યુ છે કે, તે વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રાથમિક યાદી પર સંગઠન અને સલાહકારો સાથે વિચાર વિમર્શ કરશે. તે પાર્ટીની તાલીમ અને સંગઠન નિર્માણ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા પણ કરશે

Top Stories

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા વાડ્રા પાંચ દિવસના રોકાણ પર સોમવારે લખનઉ આવી રહ્યા છે. તે પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે કોંગ્રેસની પ્રતિજ્ઞા યાત્રા અને રાજ્યના વિવિધ શહેરોમાં તેની જાહેર સભાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરશે. સંગઠનમાં અસંતોષને દૂર કરવાનો પ્રયાસ કરતી વખતે તે પક્ષની ચૂંટણીની તૈયારીઓને આગળ વધારશે.

પ્રિયંકા વાડ્રા એક મહિનામાં લગભગ બે સપ્તાહમાં બીજી વખત  લખનઉ આવી રહ્યા છે તેની પાછળ ચોક્કસથી કોઇ કારણ હશે એવી અટકળો શરૂ થઇ ગઇ છે.  આ મહિના દરમિયાન લખનૌ અને રાયબરેલીમાં રહ્યા બાદ તે 13 મી સપ્ટેમ્બરે દિલ્હી પરત ફરી હતી. છેલ્લી વખત જ્યારે તે લખનઉથી ગઈ હતી, ત્યારે કોંગ્રેસ 20-21 સપ્ટેમ્બરથી ‘પ્રતિજ્ઞા યાત્રા’ ની તૈયારી કરી રહી હતી. 29 સપ્ટેમ્બરે મેરઠમાં અને ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં વારાણસી અને આગ્રામાં પ્રિયંકાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના રાજ્ય સંગઠનમાં અસંતોષ અને ગરબડ અટકવાનું નામ નથી લઈ રહી. મિર્ઝાપુરની માડીહાન બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ લલિતેશપતિ ત્રિપાઠીએ પણ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને જિતિન પ્રસાદે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. તેથી, પાર્ટી હવે પિતૃપક્ષ પછી નવરાત્રિમાં પ્રતિજ્ઞા યાત્રા અને પ્રિયંકા વાડ્રાની જાહેર સભાઓની પ્રક્રિયા શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

એવું માનવામાં આવી રહ્યુ છે કે લખનૌમાં તેમના રોકાણ દરમિયાન પ્રિયંકા કોંગ્રેસ સંગઠન વચ્ચેના તણાવને દૂર કરવાનો પ્રયાસ કરશે. ઉપરાંત  પ્રદેશ કોંગ્રેસ સમિતિના જૂના પદાધિકારીઓ સાથે પણ વાત કરી શકે છે. કોંગ્રેસના ચૂંટણી પ્રચાર માટેની તૈયારીઓને આખરી ઓપ આપવો એ પણ લખનઉમાં તેમના રોકાણનો હેતુ હશે. તે માત્ર કોંગ્રેસની ‘પ્રતિજ્ઞા યાત્રા’ની યોજનાને અંતિમ સ્પર્શ આપવાનો જ પ્રયત્ન કરશે નહીં, પરંતુ આ સાથે તે રાજ્યના વિવિધ શહેરોમાં તેની જાહેર સભાઓની શ્રેણીનું સ્વરૂપ નક્કી કરશે. તે વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની પ્રાથમિક યાદી પર સંગઠન અને સલાહકારો સાથે વિચાર વિમર્શ કરશે. તે પાર્ટીની તાલીમ અને સંગઠન નિર્માણ કાર્યક્રમની પ્રગતિની સમીક્ષા પણ કરશે.