પંજાબમાં ચાલી રહેલા ઘમાસાન બાદ અનેક વરિષ્ઠ નેતાઓએ પાર્ટીના સુકાન પર સવાલ ઉભા કરી ધીધાં છે કપિલ સિબ્બલ, ગુલામ નબી આઝાદ, મનીષ તિવારી બાદ હવે પી ચિદમ્બરમે પણ પાર્ટી સામે અવાજ ઉઠાવ્યો છે. ગુરુવારે એક ટ્વિટમાં પી ચિદમ્બરમે કહ્યું હતું કે, જ્યારે અમે પાર્ટી ફોરમમાં અર્થપૂર્ણ સંવાદ શરૂ કરવામાં અસમર્થ છીએ ત્યારે હું અસહાય અનુભવું છું. ચિદમ્બરમે કપિલ સિબ્બલના ઘરની સામે વિરોધને લઈને પણ અવાજ ઉઠાવ્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યમાં નવું રાજકીય સંકટ ઉભું થયું છે.
પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે ચિદમ્બરમે એક ટ્વિટમાં કહ્યું કે, જ્યારે અમે પાર્ટી ફોરમમાં અર્થપૂર્ણ સંવાદ શરૂ કરવામાં અસમર્થ છીએ ત્યારે હું અસહાય અનુભવું છું. જ્યારે હું મારા એક સહયોગી અને સાંસદના નિવાસસ્થાનની બહાર સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસના કાર્યકરોની તસવીરો જોઉં છું ત્યારે મને પણ દુ:ખ અને લાચાર અનુભવુ છું.
અમે ‘જી હુઝૂર 23’ નથી
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બુધવારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે. તેમના પત્રમાં તેમણે કહ્યું કે, “અમે” જી હુઝૂર 23 “નથી. તે ખૂબ જ સ્પષ્ટ છે. અમે વાત કરતા રહીશું.ઉલ્લેખનીય છે કે કે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ 23 પક્ષના નેતાઓમાંના એક છે જેમણે ગયા વર્ષે કોંગ્રેસ અધ્યક્ષને પત્ર લખ્યો હતો. તે પત્રમાં ઘણા સંગઠનાત્મક સુધારાની માંગ કરવામાં આવી હતી.
