પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી કમાઠાણની વચ્ચે નવજોતસિંહ સિદ્ધુ એ શનિવારે મોટું નિવેદન આપ્યું છે. સિદ્ધુએ કહ્યું છે કે, પદ હોય કે ના હોય પરંતુ તેઓ હમેશા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ઉભો રહીશ. સિદ્ધુએ થોડા સમય પહેલા ચન્ની સરકારના ઘણા નિર્ણયો સામે નારાજગી દાખલ કરીને પંજાબ કોંગ્રેસના પદ પરથી રાજીનામું આપી દીધું હતું પરંતુ સીએમ ચન્ની સાથે મુલાકાત બાદ પર તેઓ અધ્યક્ષ પદ પર રહેવા માટે સહમત થયા હતા.
નવજોતસિંહ સિદ્ધુના પંજાબ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ પર સંકટના વાદળો છવાઈ ગયા હતા. મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્નીની સરકાર સંકટમાં ઘેરાઈ ગઈ હતી. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે થોડા સમય પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને NSA અજિત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ભાજપ સાથે જોડાઈ રહ્યા નથી.
સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું છે કે, તેઓ ગાંધીજી અને શાસ્ત્રીના સિદ્ધાંતો સાથે અડગ રહેશે. પદ હોય કે ના હોય રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે ઉભા રહેશે.
Will uphold principles of Gandhi Ji & Shastri Ji … Post or No Post will stand by @RahulGandhi & @priyankagandhi ! Let all negative forces try to defeat me, but with every ounce of positive energy will make Punjab win, Punjabiyat (Universal Brotherhood) win & every punjabi win !! pic.twitter.com/6r4pYte06E
— Navjot Singh Sidhu (@sherryontopp) October 2, 2021
