IPL/ રાજસ્થાને ચેન્નાઇને સાત વિકેટે હરાવ્યું,ગાયકવાડની સદી એળે ગઇ

ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ ચાર વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 15 બોલ બાકી હતા અને મેચ જીતી લીધી હતી.

Top Stories

શિવમ દુબે (64*) અને યશસ્વી જયસ્વાલ (50) ની અડધી સદીઓએ ઋતુરાજ ગાયકવાડ (101*) ની સદી પર પાણી ફેરવી દીધુ હતું.  આઈપીએલ 2021 ની 47 મી મેચમાં રાજસ્થાને ચેન્નાઈને સાત વિકેટે હરાવ્યું.

 

 

ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ ચાર વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 15 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી એવિન લેવિસ અને યશસ્વી જયસ્વાલ વચ્ચે પ્રથમ વિકેટ માટે 77 રન જ્યારે શિવમ દુબે અને સંજુ સેમસને ત્રીજી વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. આ સમય દરમિયાન ચેન્નાઈ માટે શાર્દુલ ઠાકુરે બે વિકેટ લીધી હતી જ્યારે કેએમ આસિફને એક વિકેટ મળી હતી. ઉલ્લેખનીય છે  કે આ જીત સાથે રાજસ્થાનની ટીમ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ ચેન્નાઈ 18 પોઈન્ટ સાથે ટોચ પર છે.