અમદાવાદમાં હાલ વરસાદના કારણે અનેક જગ્યાએ ભુવા પડવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે તંત્ર દ્વારા શહેરમાં આવેલી ગટરો પણ ખુલ્લી જોવા મળી રહી છે અને ખુલ્લી ગટરમાં પડી જવાથી એક 5 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. કોર્પોરેશનની આ બેદરકારીના લીધે એક 5 વર્ષીય માસુમ બાળકીનું મોત નિપજતા તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો :રાજયમાં છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસ 27 નોંધાયા
મળતી માહિતી અનુસાર,અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શનિવારે રાતના નવના સુમારે ખુલ્લી ગટરમાં એક પાંચ વર્ષની બાળકી ગરકાવ થઈ હતી.આ અંગેનો કોલ મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે બચાવ કામગીરી માટે દોડી ગઈ હતી.જયાં તેને ગટરમાંથી બહાર કાઢી 108મારફત વી.એસ.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષની આ બાળકીને નાની નામથી બોલાવવામાં આવતી હતી. નાની આસપાસના વિસ્તારમાં ફુગ્ગા વેચતી હતી અને નજીકમાં એક ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું ત્યારે ગટરનું ઢાંકણુ ખુલ્લુ હતું, તેમણે પ્રયત્ન કર્યો પરંતુ બાળકીને બચાવી ના શકાઈ.
આ પણ વાંચો :કપાસના પાકમાં ખાખરી નામનો રોગ, ખેડૂતોનો સૂકાઈ ગયો પાક
ફાયર બ્રિગેટના અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, ગટરની અંદર બાળકીના શરીરને શોધવા માટે અમે હુકની સાથે એક લાંબી લાકડીને અંદર ઉતારી હતી. બે જ મિનિટ પછી અમને તે મળી ગઈ હતી. રોયલ અકબર ટાવરની દુકાનોની બિલકુલ સામે આ ગટર છે. શક્ય છે કે આ ગટર રોયલ અકબર ટાવર પરિસરની જ હોય. જ્યારે બાળકીને બહાર નીકાળવામાં આવી ત્યારે 108ને બોલાવીને રાખવામાં આવી હતી અને તેને તાત્કાલિક વીએસ હોસ્પિટલ લઈ જવામાં આવી. બાળકીની માતાનું નામ ચંપા છે, અને તે 108માં બાળકી સાથે હોસ્પિટલ ગઈ હતી.
બાળકીના મોતના સમાચાર સાંભળતા જ તેની માતા પણ બેભાન થઈ ગઈ હતી. હાલ સમગ્ર મામલે વેજલપુર પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ અહીંયા સૌથી મોટો યજ્ઞપ્રશ્ન એ છે કે વરસાદી માહોલમાં કોર્પોરેશન દ્વારા કેમ ગટરો ખુલ્લી છોડવામાં આવે છે. હવે આ 5 વર્ષની બાળકીનો મોતનો જવાબદાર કોણ?
આ પણ વાંચો : ‘ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન’ અને ‘પ્લોગીંગ રન’ યોજાઇ હતી જેમાં કલેક્ટર-ડીડીઓએ પણ દોટ લગાવી હતી
આ પણ વાંચો :સુરતના સચિન વિસ્તારમાં બહેનની સામે જ પાડોશી કરી ભાઈની હત્યા
