અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું ટ્વીટર એકાઉન્ટ પરત લાવવા માટે દરેક પ્રકારના કામ કરી રહ્યા છે. તેમણે પોતાનું ટ્વીટર એકાઉન્ટ પરત લાવવા માટે હવે ફ્લોરિડાની એક સંઘીય અદાલતના દ્વાર ખખડાવ્યા છે. ટ્વીટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીઓએ ટ્રમ્પ સમર્થકો દ્વારા 6 જાન્યુઆરી દ્વારા અમેરિકી કોંગ્રેસ બિલ્ડીંગ પર હુમલો કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિને પોતાના દરેક પ્લેટફોર્મ પર પ્રતિબંધિત કરી દીધા હતા.
ટ્રમ્પના ખોટા વચનો બાદ તેમના સમર્થકો ભડકી ઉઠ્યા હતા અને કેપિટલ હિલ પર હુમલો કરી દીધો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, જે ચૂંટણીમાં તેઓ બાઈડન સામે હારી ગયા છે તેના કારણે તેમના સમર્થકો ધુંઆપુંઆ થઇ ગયા છે.
ટ્રમ્પના ટ્વીટર એકાઉન્ટને પરમેનન્ટ રૂપે સ્થગિત કર્યા બાદ ટ્વીટરે કહ્યું હતું કે, ટ્રમ્પના ટ્વીટ તેમની નીતિઓ વિરોધ હતા.
ટ્રમ્પ તરફથી ફ્લોરિડાની એક સંઘીય કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં અમેરિકી કોંગ્રેસ દ્વારા મજબૂર કરવા મુદ્દે ટ્વીટર દ્વારા તેમના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે. ટ્રમ્પનું એકાઉન્ટ જયારે સસ્પેન્ડ કરવામાં આવ્યું ત્યારે તેના પર 88 મિલિયનથી વધારે ટ્વીટર ફોલોઅર્સ હતા.
અરજીમાં દાખલ કરવામાં આવ્યું છે કે, તાલિબાનને ટ્વીટર એકાઉન્ટ વાપરવાનો હક છે જેને અમેરિકા આજે પણ આંતકી સંગઠન ગણાવે છે.
ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી પર પોતાની પકડ જમાવીને રાખી છે અને ચૂંટણી બાદ ઘણા સમય સુધી લો પ્રોફાઈલ રહ્યા બાદ ફરીથી ચૂંટણી શૈલીમાં પોતાની રેલીઓ શરુ કરી દીધી છે અને સંકેત તો એવા વર્તાઈ રહ્યા છે કે, 2024માં ફરીથી તેઓ વ્હાઈટ હાઉસ માટે કોશિશ કરશે.
