વિશ્વમાં કોરોના વાયરસનો વધુ એક નવો વેરીએન્ટ ખુબ ઝડપથી ફેલાવા લાગ્યો છે. અત્યાર સુધીમાં 27 દેશોમાં આ વેરિએન્ટના કેસ નોંધાયા છે. આ કોરોના વેરિઅન્ટમાં ‘અસામાન્ય પ્રકારનું’ પરિવર્તન છે, તે રહસ્યમય વેરીએન્ટ તરીકે પણ ઓળખાય છે. કોરોના વાયરસના આ નવા સ્વરૂપનું નામ છે.લેમ્બડા વેરિઅન્ટ. આને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વવ્યાપી વૈજ્ઞાનિકોનું ટેન્શન વધ્યું છે.
લેટિન અમેરિકન દેશ પેરુથી આ વેરિએન્ટ ફેલાવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. બ્રિટીશ અખબાર ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, કોરોનાના લેમ્બડા વેરિયન્ટમાં અસામાન્ય પરિવર્તન જોવા મળ્યું છે. આ વેરિઅન્ટનું શરૂઆતમાં નામ C.37 હતું. બ્રિટનમાં પણ આ પ્રકારનાં 6 કેસ નોંધાયા છે. પેરુના મોલેક્યુલર બાયોલોજીના ડોક્ટર પાબલોએ જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં, જ્યારે આ વેરિએન્ટ પ્રથમ વખત ડોકટરોના ધ્યાન પર આવ્યું હતું, ત્યારે તે 200 માંથી માત્ર એક જ સેમ્પલ હતું.

આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયા અને ચીનમાં સીનોફાર્મ રસીને લઈને વિવાદ ?
WHO ની વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ લિસ્ટમાં સામેલ છે લેમ્બડા વેરિઅન્ટ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ લેમ્બડાને પહેલાથી જ ‘ વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે નિયુક્ત કરી દીધો છે. આ દક્ષિણ અમેરિકાના દેશોમાં તેની હાજરી અંગે કરવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે લેમ્બડા વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે અને તે એન્ટિબોડીઝ સામે પણ લડી શકે છે. તે જ સમયે, ‘પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ’ (પીએચઇ) એ લેમ્બડાને મોનિટર કરેલા વેરિએન્ટ્સ (વીયુઆઈ) ની સૂચિમાં શામેલ કર્યો છે. આ તેના વૈશ્વિક ફેલાવો અને L452Q અને F490S માં રૂપાંતર સહિતના ખતરનાક પરિવર્તનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :એવું તે શું થયું કે શેમ્પેઇનના કારણે રશિયા અને ફ્રાન્સ વચ્ચે વિવાદ વકર્યો અને ધમકી સુધી પહોંચી વાત
પીએચઇના જણાવ્યા અનુસાર યુકેમાં લેમ્બડા વેરિએન્ટના અત્યાર સુધીમાં છ કેસ નોંધાયા છે. આ બધા કેસ વિદેશી મુસાફરીને લગતા છે. યુકેના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં કોઈ પુરાવા નથી કે આ પ્રકાર વધુ ગંભીર રોગ પેદા કરે છે અથવા વર્તમાન રસીઓને ઓછા અસરકારક બનાવે છે. પરંતુ પીએચઇએ જણાવ્યું હતું કે વાયરસના વર્તન પરના પરિવર્તનની અસરને વધુ સારી રીતે સમજવા માટે તે લેબમાં પરીક્ષણ કરી રહ્યું છે. અહીં નોંધનીય બાબત એ છે કે આ વેરિઅન્ટ હજી સુધી ભારત પહોંચ્યો નથી.
આ પણ વાંચો :જર્મનીએ ભારતીયો માટે ખોલ્યા દરવાજા, આ લોકોને મળશે ક્વોરન્ટીન મુક્તિ…

