રાજકોટ આમ તો રંગીલું શહેર ગણવામાં આવે છે. જેમાં અનેક લોકો ગામડાઓમાંથી આવીને વસવાટ કરતા હોઈ છે. ત્શયારે આ વખતે ચોમાસામાં ભારે વરસાદને કારણે રાજકોટના મોટાભાગના રસ્હેતાઓ ધોવાઇ ગયા હતા. જેનાથી રાજકોટવાસીઓ એ મુશ્રકેલીનો સામનો કરવો પડે. કાલાવડ રોડ પર આત્મીય કોલેજથી સત્યસાંઈ હોસ્પિટલ જતા માર્ગ તરફ કાદવ ના કારણે અનેક વાહનચાલકોને વાહન સ્લીપ થતા અકસ્માત સર્જાતા હતા. જેમાં બે દિવસમાં લગભગ 50 થી વધુ વાહન ચાલકો વાહન સ્લીપ થતા અકસ્માત નો ભોગ બન્યા હતા.
આ પણ વાંચો :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 99 વર્ષીય માતા હીરાબાએ મતદાન કર્યું
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજ ની બાજુની શેરી એટલે કે સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર કાદવ થવાના કારણે લોકોના વાહન સ્લીપ થતા હતા માટે સ્થાનિક લોકોએ મીડિયા ટીમનો સંપર્ક કર્યો હતો અને લોકોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરાવવા તંત્ર સુધી અવાજ પહોંચાડવા રજુઆત કરી હતી. મીડિયા પોતાની ફરજ નિભાવી તુરંત રાજકોટ મનપાના મેયર ડો. પ્રદિપ ડવને જાણ કરી સમસ્યા નું નિરાકરણ કરવા જાણ કરી હતી જેથી મેયર ખુદ ત્વરિત માત્ર અડધો કલાકમાં સ્થળ પર પહોંચી સમસ્યા નિરાકરણ કરાવવા અધિકારીઓને સૂચના આપી રાતોરાત કાદવ દૂર કરાવ્યો હતો.
આ પણ વાંચો ;/ શાહરૂખ ખાનના દીકરા આર્યનની થઇ ધરપકડ, મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયો
રાજકોટ મનપાના મેયર ડો. પ્રદિપ ડવએ સમગ્ર મામલે વાત કરતા જણાવ્યું હતું કે આપના તરફથી મળેલ માહિતી અને સમસ્યા મેં ખુદ જાતે સ્થળ પર પહોંચી અનુભવી હતી. આ માટે તુરંત ફાયર બ્રિગેડ ને જાણ કરી રસ્તા પર પાણી છાંટી કાદવ દૂર કરી રસ્તા પર જરૂરી ખાડા બુરવા તેમજ રેતી કપચી ઠલવી તાત્કાલિક રોડ શરૂ કરી લોકોની અગવડતા દૂર કરેલ છે. આ સાથે ફરી લોકોને આ મુશ્કેલી ન પડે માટે અધિકારીઓ અને કોન્ટ્રાકટર ને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો ; કપાસના પાકમાં ખાખરી નામનો રોગ, ખેડૂતોનો સૂકાઈ ગયો પાક
