રાજયમાં કોરોનાની બીજી લહેર ભયંકર જોવા મળી હતી જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશ માં કોરોના રસી આપવામાં આવી રહી છે . જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોસાયટીમાં પહોંચી વેક્સીનેશન આપવાનું અભિયાન શરૂ કર્યું છે. કોઈ પણ વ્યક્તિ વેક્સીન લેવાથી વંચિત ન રહી જાય તે માટે AMCની મેડીકલની ટીમો સોસાયટીમાં જઇ વેક્સીન (આપી રહી છે. કોરોનાને હરાવવા વેક્સીન એક માત્ર સંજીવની સમાન છે. જો કોરોનાને હરાવવો હશે તો વેક્સીન લેવી જરૂરી છે તેવી અનેક જાહેરાતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી હતી.
આ પણ વાંચો ;હડાળા ગામે ચેકડેમમાં માતાની નજર સામે જુડવા બહેનોના ડૂબી જતા મોત થયા
જે બાદમાં AMTS, BRTS, જાહેર સ્થળો પર જવું હોય તો વેક્સીનના બંને ડોઝ ફરજીયાત લીધા હોવા જોઈએ એવો નિયમ પણ લાવવામાં આવ્યો છે. જેનો ઉદેશ્ય વધુમાં વધુ લોકો ફટાફટ વેક્સીન લઈ લે તેવો છે. એવામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગએ લોકોના ઘર સુધી વેક્સીનેશન અભિયાન શરૂ કર્યુ છે.
આ પણ વાંચો ; ભારે વરસાદે વધારી મુસિબત, શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ
જે લોકો કોઈ કારણસર વેક્સીન લેવા માટે હેલ્થ સેન્ટર પર આવવા માંગતા ન હોય કે પછી અન્ય કોઈ કારણ હોય તો તેના માટે સોસાયટીમાં વેક્સીનેશન કેમ્પ પણ ચાલુ કર્યા છે. જેથી વધુને વધુ લોકો વેક્સીનેટ થઈ શકે. આ ઉપરાંત ઘણી કન્સ્ટ્રકશન સાઈટ કે એવી ફેક્ટરી જ્યાંથી કારીગરો વેક્સીન લેવા નથી આવી શકતા તો તેઓને પણ વેક્સીન આપવા માટે વ્યવસ્થા કરાઈ છે. વેક્સીન માત્ર વ્યક્તિ માટે નહીં તેના પરિવાર અને સમાજ માટે સેફટી રૂપ છે. જેથી વેક્સીન લેવા અપીલ તબીબો કરી રહ્યા છે.
