@રીઝવાન શેખ, અમદાવાદ
કોરોના કાળમાં એક તરફ લોકોને મોટા મોટા તહેવારોની ઉજવણી કરવાની તક ન મળી ત્યાં બીજી તરફ ન્યાય પાલિકા અને સરકારે ઉતરાયણના પર્વની ઉજવણી કરવાની પરવાનગી આપી છે. હાઇકોર્ટે, 14 જેટલી શરતોના આધીન ઉત્તરાયણની ઉજવણીની પરવાનગી આપતા લોકો માટે આ વર્ષની ઉતરાયણ ખુબજ યાદગાર બની રહશે. કારણકે, સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરીને લોકો પતંગ ચગાવશે , જે ઇતિહાસમા પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે.
એટલું જ નહિ અબોલ પશુપક્ષીના રક્ષણ માટે હાઇકોર્ટે ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. જે પ્રતિબંધનું અમદાવાદમાં બિન્દાસ્ત પણે ઉલ્લઘન થયું છે.
અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં બંદ બારણે ચાઈનીઝ ફીરકી નું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. લોકો મસમોટી રકમ આપીને તેની ખરીદી પણ કરી રહ્યા છે. અને પોતાના મનોરંજન ને પૂરું કરવા માટે અબોલ પશુ પક્ષીની કોઈ દરકાર પણ નથી રાખી રહ્યા છે. અને આવા ઈસમોની સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરવાની ઝુંબેશ ચલાવી છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં જુદા જુદા શહેરોમાંથી 30થી વધારે ઈસમોને પોલીસે રંગેહાથે ચાઈનીઝ દોરી વેંચતા કે પોતાના શોખ માટે ખરીદતા ઝડપી લીધા છે. એટલું જ નહિ પોલીસે 500થી વધારે ચાઈનીઝ દોરીની ફીરકી પણ મુદામાલના સ્વરૂપમાં જપ્ત કરી છે.
Gandhinagar / શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત, શિક્ષણ વિ…
Gandhinagar / CMની રાજકોટને મોટી ભેટ, મળશે નવું બસ મથક…
અમદાવાદ માં જ માત્ર 500 માંથી 200 જેટલી ચાઈનીઝ ફીરકી ઝડપાઇ છે જેમાંથી જુહાપુરામાંથી 38 નંગ , કાલુપુરમાંથી 45 નંગ, દરિયાપુર માંથી 57 નંગ અને રાયપુરમાંથી 02 નંગ તેમજ અન્ય વિસ્તારોમાંથી પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને જપ્ત કરી છે. જયારે પેટલાદ શહેર પોલીસે પણ 60 નંગ જેટલી ચાઈનીઝ ફીરકી પકડી પાડી છે.
ગુજરાત પોલીસે 30 જેટલા ઈસમોની સામે જાહેરનામા ભંગની કલામ 188 અને ગુજરાત પોલીસ એક્ટની કલામ 131 મુજબની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે , આટલી મોટી સંખ્યામાં ચાઈનીઝ દોરીનો જથ્થો જયારે રાજ્યમાંથી ઝડપાતો હોય તો સવાલ એ ઉભો થાય છે કે આ જથ્થો આખરે આવતો ક્યાંથી હશે? પ્રતિબંધ હોવા છતાં પણ કોણ તેનું મેનુફેક્ચર છે ? પોલીસ કેમ આખરે ઉત્તરાયણની છેલ્લી ઘડીએ જ સફાળી જાગી જાય છે અને ઘડાઘડ દરોડા પાડતી થઇ જાય છે? કેમ મુખ્ય મેનુફેક્ચર ની સામે કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી?
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
