સુરત/ અડાજણની સ્કૂલમાં ત્રણ બાળકો કોરોના પોઝિટિવ આવતા, 14 દિવસ માટે શાળા બંધ કરાઈ

કોરોનાની બીજી લહેર બાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા તબક્કાવાર સ્કૂલ, કોલેજ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

Gujarat Surat

રાજયમાં ધીમે ધીમે કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે . જે અંતર્ગત  સુરતના  હનીપાર્ક રોડ પર આવેલી એલ.પી.સવાણી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બપોર બાદ એક સપ્તાહ માટે સ્કૂલ બંધ કરાવી દેવામાં આવી હતી. આ સાથે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સ્કૂલના અન્ય વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો ;ગુજરાત / ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબ્બી શોષાનીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની લીધી મુલાકાત

કોરોનાની બીજી લહેર બાદ પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા તબક્કાવાર સ્કૂલ, કોલેજ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. કોરોનાની કહેવાતી ત્રીજી લહેર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સ્કૂલના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો હોવાથી મનપાની મુશ્કેલીમાં વધારો થયો છે. થોડા દિવસ પૂર્વે લિંબાયત, કતારગામ અને રાંદેર ઝોનની સ્કૂલોમાંથી પોઝિટિવ કેસ મળી આવતા મનપા દ્વારા સ્કૂલ બંધ કરાવી દેવામાં આવી હતી.

આ પણ વાંચો ;હાઇકોર્ટ તરફથી સરકારને મોટી રાહત / હવે અમર્યાદિત સંખ્યામાં યાત્રાળુઓ ચારધામના દર્શન કરી શકશે

એક તરફ સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોય બીજી તરફ કોરોનાને પગલે સ્કૂલ બંધ કરી દેવાતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. એલપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેઓ રાંદેર ઝોનના પાલ અને અડાજણ વિસ્તારમાં વસવાટ કરે છે. મનપા દ્વારા ટેસ્ટિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓની કોઇ ટ્રાવેલિંગ હિસ્ટ્રી ન હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો ;હત્યા / પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખેલાયો ખૂની ખેલ, હોટલ માલિકની કરાઈ હત્યા