IPL 2021/ Plyaoff માં પહોંચી આ ચાર ટીમ, જુઓ આ Point Table

મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે દિવસની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 42 રનથી હરાવ્યું હતું. તેમ છતાં, તે પ્લેઓફમાં પહોંચી શકી નહીં. આ જીત બાદ મુંબઈને 14 પોઈન્ટ મળ્યા છે.

Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 માં શુક્રવારે બે મેચ રમાઈ હતી. આ મેચો બાદ પ્લેઓફમાં પહોંચનારી ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ IPL 14 નાં પ્લેઓફમાં પહોંચનાર ચોથી ટીમ બની ગઇ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રોમાંચક મુકાબલામાં મેચનાં છેલ્લા બોલ પર દિલ્હીને હરાવ્યું હતુ. આ હાર છતાં દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જો કે જીત બાદ પણ RCB પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. બીજી બાજુ ચેન્નઈ સુપર કિંગ્સ બીજા નંબરે છે. KKR પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. તેણે ગુરુવારે રાજસ્થાનને હરાવ્યું હતું.

આ પણ વાંચો – Cricket / ભારતનાં PM મોદી જ્યારે ઇચ્છે ત્યારે PCB ને કરી શકે છે બરબાદઃ રમીઝ રાજા

બીજી બાજુ, મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે દિવસની બીજી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 42 રનથી હરાવ્યું હતું. તેમ છતાં, તે પ્લેઓફમાં પહોંચી શકી નહીં. આ જીત બાદ મુંબઈને 14 પોઈન્ટ મળ્યા છે. પરંતુ KKR ને હરાવવા માટે, ટીમને જેટલા માર્જિનથી જીતવાનુ હતુ તે તેઓ કરી શક્યા નહોતા અને પ્લેઓફની યાદીમાંથી બહાર થઈ ગયા હતા. પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે છે. પોઇન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ સાતમાં નંબરે છે. સનરાઇઝર્સ હૈદરાબાદનું અભિયાન હારમાં સમાપ્ત થયું હતુ. તે પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે સૌથી નીચે છે. ગ્રુપ સ્ટેજની તમામ મેચો ગઈકાલે સમાપ્ત થઈ હતી. ગઈકાલે યોજાયેલી મેચની વાત કરીએ તો, શ્રીકાર ભરત (અણનમ 78) અને ગ્લેન મેક્સવેલ (અણનમ 51) ની શાનદાર ઈનિંગ્સને કારણે RCB એ IPL 2021 ની 56 મી મેચમાં દિલ્હી કેપિટલ્સને સાત વિકેટે હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં પાંચ વિકેટે 164 રન બનાવ્યા હતા. RCB એ 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.

આ પણ વાંચો – T20 World Cup 2021 / ટીમ ઇન્ડિયા જોવા મળશે નવી જર્સીમા, જાણો ક્યાં દિવસે લોન્ચ થશે નવી જર્સી

અન્ય એક મેચમાં મુંબઈએ હૈદરાબાદને 42 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં નવ વિકેટે 235 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ઈશાન કિશને 84 અને સૂર્યકુમાર યાદવે 82 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદ 20 ઓવરમાં આઠ વિકેટે 193 રન જ બનાવી શક્યું હતું. હૈદરાબાદ તરફથી મનીષ પાંડેએ 69 રન બનાવ્યા હતા.