ડ્વેન બ્રાવો ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય પરંતુ તે હજુ પણ વિશ્વભરની વિવિધ T20 લીગમાં રમીને પ્રેક્ષકોનું મનોરંજન કરી રહ્યો છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનાં ગીત શ્રીવલ્લીનું હૂક સ્ટેપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. ચાહકોથી લઈને સેલિબ્રિટીઓ આ હૂક સ્ટેપને કોપી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાનાં સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર, ભારતનાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પુષ્પા ફિલ્મની કોપી કરતા જોવા મળ્યા હતા. હવે આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનાં પૂર્વ ક્રિકેટર ડ્વેન બ્રાવોનું નામ પણ જોડાઈ ગયું છે.
https://www.instagram.com/reel/CZJUYgqhEET/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – Australian Open 2022 / સાનિયા મિર્ઝા તેની છેલ્લી ટેનિસ ઓસ્ટ્રેલિયન ઓપનની કવાર્ટર ફાઇનલમાં હારી, સફરનો અંત
બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં 18મી ઓવરનાં પાંચમા બોલમાં કોમિલા વિક્ટોરિયન્સ સામે માહિદુલ ઈસ્લામે મોટો શોટ રમીને રન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ સીધો ફિલ્ડરનાં હાથમાં ગયો હતો. વિકેટ લીધા બાદ બ્રાવો હૂક સ્ટેપ કરતો જોવા મળ્યો હતો. વિકેટ લીધા બાદ બ્રાવોનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અગાઉ, ડ્વેન બ્રાવોની IPL ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બ્રાવોનો હૂક સ્ટેપ કરતો વીડિયો શેર કર્યો હતો. બ્રાવોને આગામી સિઝન માટે IPL 2022ની મેગા હરાજી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. CSKએ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ અને મોઈન અલીને જાળવી રાખ્યા છે.
The Champion, @DJBravo47 channels his inner 𝑷𝒖𝒔𝒉𝒑𝒂 🕺🏼 after sending Mahidul Islam Ankon back to the pavilion! 😍
Catch the West Indian legend in relentless #BBPL2022 action for just ₹5, LIVE on #FanCode 👉 https://t.co/OLCsbLuBGA#BPLonFanCode @alluarjun pic.twitter.com/kVlAlvI2x3
— FanCode (@FanCode) January 25, 2022
આ પણ વાંચો – OMG! / એક તરફ પહાડ અને બીજી તરફ ખીણ, ડ્રાઇવરે યુ-ટર્ન લઇને કાર પર ચમત્કારિક કંટ્રોલ બતાવ્યો, Video
ડ્વેન બ્રાવોએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 2012 અને 2016 T20 વર્લ્ડ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બ્રાવોએ 40 ટેસ્ટ, 164 ODI અને 91 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું છે.
