Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 14,306 નવા કેસ, 400 થી વધુ લોકોનાં મોત

વૈશ્વિક કોરોનાવાયરસનાં કેસ વધીને 24.36 મિલિયન થઇ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 49.4 લાખથી વધુ લોકોનાં મોત થયા છે

Top Stories India
કોરોનાવાયરસ

વૈશ્વિક કોરોનાવાયરસનાં કેસ વધીને 24.36 મિલિયન થઇ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 49.4 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 6.80 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સોમવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 243,637,026, 4,947,878 અને 6,801,414,981 છે. જ્યારે ભારતમાં કોરોનાવાયરસનાં કેસ હાલમાં કાબુમાં દેખાઇ રહી છે.

આ પણ વાંચો – યોજના લોન્ચ / PM મોદી આજે ઉત્તરપ્રદેશને 9 મેડિકલ કોલેજની ભેટ આપશે અને પ્રધાનમંત્રી સ્વસ્થ ભારત યોજના લોન્ચ કરશે

ભારતમાં કોવિડ-19 મહામારીથી સંક્રમિત અને માર્યા ગયેલા લોકોની સંખ્યા હજુ પણ વધી રહી છે. દરમિયાન, દેશમાં એક દિવસમાં કોવિડ -19 ના 14,306 નવા કેસ નોંધાયા બાદ દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3,41,89,774 થઈ ગઈ છે. વળી, સંક્રમણને કારણે વધુ 443 લોકોનાં મૃત્યુ પછી, મૃત્યુઆંક વધીને 4,54,712 થઈ ગયો છે. રાહતની વાત એ છે કે દરરોજ જેટલા લોકો સંક્રમિત થઈ રહ્યા છે તેના કરતા વધુ લોકો કોરોનાથી સ્વસ્થ થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 18,762 લોકો કોરોનાથી સાજા થયા છે. સક્રિય કેસોની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં 1,67,695 સક્રિય કેસ છે. જે આંક છેલ્લા 239 દિવસમાં સૌથી ઓછો છે.

અવારનવાર કોરોના કેસોની ઓળખ માટે દેશમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 60.07 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. વળી, લોકોને વાયરસથી બચાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 102.27 કરોડ રસીઓ આપવામાં આવી છે. દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ 3 ટકાથી નીચે ચાલી રહ્યો છે. તે હાલમાં 1.24 ટકા છે અને દૈનિક પોઝિટિવિટી રેટ 1.43 ટકા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા ગત વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમિતનાં કુલ કેસ 16 સપ્ટેમ્બરનાં રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરનાં રોજ 60 લાખ, 11 ઓક્ટોબરનાં રોજ 70 લાખ, 29 ઓક્ટોબરનાં રોજ 80 લાખ અને 20 નવેમ્બરનાં રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયા હતા, આ વર્ષે 4 મે મહિનાનાં રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર કરી ગયા હતા.