બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન કેસમાં નવા અપડેટ્સ બહાર આવી રહ્યા છે. આર્યનની જામીન અરજી પણ ઘણી વખત ફગાવી દેવામાં આવી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઘણા સેલેબ્સ ઈન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા દ્વારા આ બાબતે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જોવા મળે છે, પરંતુ એવા ઘણા સેલેબ્સ છે જેમણે આર્યનની ધરપકડ અંગે મૌન રાખ્યું છે. તાજેતરમાં, મીકા સિંહે બોલિવૂડ સેલેબ્સના ક્લાસ લેતા ફટકાર લગાવી હતી,. તેમણે પોસ્ટ દ્વારા મૌન પાળનારા સેલિબ્રિટીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે.
ફિલ્મમેકર સંજય ગુપ્તાએ ટ્વીટ કરીને લખ્યું- ‘શાહરુખ ખાને પોતાની ફિલ્મો દ્વારા ઈન્ડસ્ટ્રીના હજારો લોકોને નોકરી આપી છે. તે હંમેશા ઉદ્યોગના દરેક કારણ માટે ઉભો રહ્યો છે અને આ કટોકટી સમયે ઇન્ડસ્ટ્રીનું મૌન શરમજનક છે. સંજયની પોસ્ટ પર ટિપ્પણી કરતા મીકા સિંહે બોલિવૂડના એવા સ્ટાર્સની ક્લાસ લગાવી છે જેમણે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ પર મૌન સેવ્યું છે.
You are absolutely right brother, they all are watching the drama and cannot say even a single word. I’m with @iamsrk. #AryanKhan should be given bail. I think industry mein sabke bache ek baar andar jaayenge, tab jaake yeh unity dikhanyenge. https://t.co/DRYyyTxCkE
— King Mika Singh (@MikaSingh) October 25, 2021
મીકા સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું- ‘તમે બિલકુલ સાચા છો. તેઓ તમામ નાટક જોઈ રહ્યા છે અને એક શબ્દ પણ બોલતા નથી. મને લાગે છે કે શાહરૂખ ખાન સાથે આર્યન ખાનને જામીન મળવી જોઈએ. મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં દરેકના બાળકો એકવાર અંદર જશે, પછી તેઓ એકતા બતાવશે.
