મુંબઈ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ હવે ટૂંક સમયમાં જ બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરુઆત કરવા જઈ રહ્યા છે. જોકે બોલીવુડ અભિનેત્રી અને મહેશ બાબુની પત્ની નમ્રતા શીરોડકરે આ અંગે સ્પષ્ટતા કરી છે.
તેણે જણાવ્યુ કે, મહેશ બાબુ બોલીવુડમાં ડેબ્યુ કરે તેવો કોઈ હાલ પ્લાન નથી, જો કે તે આગામી સમયમાં બોલીવુડમાં પોતાનુ ડેબ્યુ કરશે તે નક્કી છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નમ્રતાએ જણાવ્યુ કે, મહેશ બાબુ મુંબઈ તો આવ્યા હતા પણ તે કોઈ પ્રોડ્યુસરને મળવા નહીં પણ પોતાના હેરસ્ટાઈલિસ્ટ હાકિમ આલીમને મળવા આવ્યા હતા અને પોતાની આગામી ફિલ્મમાં પોતાના લૂક પર ચર્ચા કરવા આવ્યા હતા. આ પહેલા પણ ઘણી વખત એવી ચર્ચાઓ વેગવંતી બની હતી કે મહેશ બાબુ બોલીવુડમાં ડેબ્યુ કરશે.
મહત્વનુ છે કે, હાલમાં જ મહેશ બાબુની ફિલ્મ ‘ભારત અન્ને નેનુ’ રીલીઝ થઈ હતી, જેમાં કાયરા અડવાણી અને પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મે ધૂમ કમાણી કરી હતી, તેમજ ફિલ્મને બોલીવુડ દર્શકોએ પણ પસંદ કરી હતી. આ પહેલા મહેશની ફિલ્મ ‘સ્પાઈડરે’ પણ પ્રશંસકોની વાહવાહી મેળવી હતી.
