UK માં હોસ્પિટલો નર્સોની અછત સાથે ઝઝૂમી રહ્યુ છે. કોવિડ મહમારીની શરૂઆતમાં આરોગ્ય કર્મચારીઓનાં યોગદાન માટે બિરદાવતું બ્રિટેન હવે નર્સોની તીવ્ર અછતને કારણે ઊભી થયેલી ખરાબ પરિસ્થિતિથી ચિંતિત છે.

આ પણ વાંચો – હવામાં ઉડાડો હવે સાઈકલ / શું તમારે સાઇકલ હવામાં ઉડાડવી છે? તો ઉડાડો સરળતાથી હવામાં ઉડતી સાઇકલ
આંકડાઓ અનુસાર, નેશનલ હેલ્થ સર્વિસ એટલે કે NHS હોસ્પિટલોમાં લગભગ ચાલીસ હજાર રજિસ્ટર્ડ નર્સની જગ્યાઓ ખાલી છે. કોવિડમાંથી બહાર નીકળવાના પ્રયાસોને આ ખાલી જગ્યાએ ન ભરાવવાના કારણે મોટો આંચકો લાગી શકે છે. આનું ઉદાહરણ સ્કોટલેન્ડમાં જોવા મળ્યું હતું જ્યાં કોવિડને પગલે નર્સોની જરૂરિયાતને પહોંચી વળવા તાજેતરમાં લશ્કરી કર્મચારીઓને તૈનાત કરવા પડ્યા હતા. સામાન્ય આરોગ્ય વિભાગો હોય કે ઈમરજન્સીની સેવાઓ હોય, સમગ્ર UK ની મોટાભાગની હોસ્પિટલોમાં શિફ્ટ દરમિયાન જરૂરી સંખ્યામાં નર્સોને પૂરી કરવી એ એક પડકાર બની ગયું છે. ઓક્સફર્ડ સિટીની જ્હોન રેડક્લિફ હોસ્પિટલનાં નિયોનેટલ વિભાગનાં ડૉ. અમિત ગુપ્તાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, “બાકી બ્રિટનની જેમ, અમારે પણ અહીં ઘણી સમસ્યાઓ છે. અમારી હોસ્પિટલ UK ની બહારથી નર્સિંગ સ્ટાફની અછતને પૂરી કરવા ભરતી કરી રહી છે.” નર્સિંગનું આ સંકટ નવુ નથી. છેલ્લા કેટલાક સમયથી UK માં એવી ચર્ચા ચાલી રહી છે કે જો મહામારી દરમિયાન નર્સોની અછતને દૂર કરવામાં નહીં આવે તો તેના પરિણામો ખરાબ આવશે. ગયા વર્ષે, સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ કહ્યું હતું કે દેશનાં આરોગ્ય વિભાગને નેશનલ હેલ્થ સર્વિસ (NHS) માં કેટલા, ક્યાં અને કેવા પ્રકારનાં સ્પેશિયલાઇઝેશન નર્સિંગ સ્ટાફની જરૂર છે તેની જાણ નથી. સરકારે 2025 સુધીમાં પચાસ હજાર નર્સોની ભરતી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ સમિતિએ કહ્યું કે આ માટે સરકારની કોઈ યોજના નથી.

આ પણ વાંચો – નુકશાન / દિવાળી પહેલા જ ચીનને ભારતથી ભારે નુકશાન,બહિષ્કારના લીધે 50 હજાર કરોડના નુકશાનનો અંદાજ
વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની સરકાર પર સ્વાસ્થ્ય જરૂરિયાતોને લઈને સતત દબાણ છે. એક તરફ કોવિડનો પડકાર અકબંધ છે, તો બીજી તરફ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સની ચેતવણી છે કે, આ શિયાળામાં ફ્લૂનાં કારણે પંદર હજારથી સાઠ હજાર મૃત્યુનો અંદાજ છે. સંજોગો સૂચવે છે કે નર્સોની અછત આગળ જતાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.
