લોખંડી વ્યક્તિત્વ : ભારતના લોખંડી મનોબળ ધરાવતા વ્યક્તિત્વની વાત કરતાં હોઈએ તો તેમાં બે નામ ઉડીને આંખે વળગે તેવા છે. તેમાં પ્રથમ લોખંડી વ્યક્તિત્વ છે સરદાર વલ્લભભાઈ પટેલ. આ એક એવું અસરદાર કામ હતું કે જેના કારણે તેને યાદ કર્યા વગર ચાલે જ નહિ. શીલ્પી તરીકે તો યાદ કરવા જ પડે. ૫૦૦થી વધુ રજવાડાઓે એક કરવા એ કાંઈ તેમની જેવી તેવી સિદ્ધી નહોતી. આજનો અખંડ ભારતનો નકશો છે તે તેમની કુનેહને આભારી છે. સરદાર વલ્લભભાઈ પટેલની કામગીરી માત્ર ભારતની એકતા મજબૂત બનાવવા પૂરતી મર્યાદિત નહોતી. સરદાર પટેલ સાદાઈ અને સત્યાગ્રહનું પણ પ્રતિક હતાં. તેમની સાદાઈ સૌને સ્પર્શી જતી હતી. તેમના સંસ્મરણો આલેખતા ઘણા લેખકોએ નોંધ્યું છે કે સરદાર સાહેબ બિમાર હતાં ત્યારે એક મહાનુભાવ તેમની ખબર કાઢવા ગયા તે વખતે તેમના પુત્રી મણીબેન ત્યાં હાજર હતા અન તેમણે થીંગડાવાળો સાડલો પહેર્યો હતો. આ મહાનુભાવે એવી ટકોર કરી કે દેશના નાયબ વડાપ્રધાનની પુત્રી આ સ્થિતિમાં ? ત્યારે હાજરજવાબી વલ્લભભાઈએ જવાબ આપ્યો તે ખેડૂતપુત્રી છે. અમીરની પુત્રી નથી. થીંગડાવાળા કપડા ચાલે, મેલા કપડા ચાલે, કપડામાં ડાધ ચાલે પણ ચારિત્ર્ય પર ડાઘ ન હોવો જાેઈએ.

સરદાર સાહેબ બેરીસ્ટર હતા. લંડનમાં ધીકતી પ્રેક્ટીસ છોડીને આઝાદીની લડાઈમાં જાેડાયા હતાં. તેઓ શિક્ષણપ્રેમી પણ હતા. તેમણે વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ કે જે આજે તો યુનિવર્સિટીમાં રૂપાંતરીત થઈ ગયેલ છે તેની સ્થાપનામાં રસ લીધો હતો. આઝાદી બાદ તરત આ મંડળની કામગીરી શરૂ થઈ હતી. આ મંડળ સંચાલિત કોલેજ માટે ડોનેશન મેળવવા મંડળના હોદ્દેદારો ભાઈકાકા (એટલે કે ભાઈલાલભાઈ પટેલ) અને ભીખુભાઈ પટેલ દિલ્હી ગયા. ઉદ્યોગપતિ બીરલાને મળ્યા અને પછી સરદાર સાહેબ પાસે ગયા. સરદાર સાહેબે પૂછ્યું કામ થયું ? ત્યારે ભાઈકાકા અને ભીખુકાકા જવાબ દેવામાં ઢીલા પડ્યા. સરદારસાહેબ વાત સમજી ગયા. તેઓ પોતે બીરલાજીને મળવા ગયા અને બીરલાજીને વિદ્યાનગરની કોલેજ માટે દાન આપવા સંમત થઈ ગયા. સરદાર સાહેબના વ્યક્તિત્વનો આ પ્રભાવ હતો. સરદાર સાહેબ વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો એટલે કે કોલેજાે અને યુનિવર્સિટીઓ અંગે હંમેશા કહેતા કે વિશ્વવિદ્યાલયોનું કામ બેકાર યુવાનોની ફોજ ઉભી કરવાનું નથી. સ્વનિર્ભર અને સ્વાવલંબી અને સ્વાભિમાની યુવાનોની ટીમ ઉભી કરવાની જવાબદારી છે. શિક્ષણ બાબતમાં તેમનો આ અભિગમ હતો. ડિગ્રીધારી યુવન નોકરી માટે ભીખ માગે તે તેમને પસંદ નહોતું. ડિગ્રીધારી યુવાન એવું શિક્ષણ મેળવે કે જે બીજાને નોકરી આપવા શક્તિમાન બને.

અત્યારે દેશમાં ૧૧ માસ કરતાં વધુ સમયથી ખેડૂત આંદોલન ચાલે છે. સરદાર સાહેબ આઝાદીના જંગ લડતા લડતા ખેડૂતો માટેના બે આંદોલનોમાં આગેવાની લીધી હતી. જે બારડોલી ખેડૂત સત્યાગ્રહ અને ખેડા ખેડૂત સત્યાગ્રહ તરીકે પ્રખ્યાત છે. આ બન્ને લડતો અંગ્રેજ સલ્તનત સામે હતી. છતાં ટૂંકા ગાળામાં સફળ થઈ હતી. સત્યાગ્રહી સરદારની કુનેહનો આ પ્રભાવ હતો અને અંગ્રેજ સલ્તનતના અંગ્રેજાે અધિકારીઓને તેમની વાત માનવાની ફરજ પડી હતી. આ બે સફળ ખેડૂત આંદોલન પછી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરૂદ આપ્યું હતું. ત્યારથી તેઓ સરદાર કહેવાયા. દેશના પ્રાચીનકાળથી અત્યાર સુધીના ગુરૂભક્તોની યાદી તૈયાર થાય તો તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખવું જ પડે. સરદારે ૧૯૩૯માં ગાંધીજીના આદેશને માન આપીને કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું નહોતું એટલે કે હોદ્દાને નહિ ગુરૂભક્તિને મહત્ત્વ આપ્યું હતું. જ્યારે આજના રાજકારણીઓ તો ભૂતકાળમાં પોતે જેના સારથી બન્યા હોય તે ગુરૂને પણ ભૂલી જાય છે.

બીજા લોખંડી વ્યક્તિત્વ તરીકે ભારતના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીને યાદ કરવા પડે. તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ બે તબક્કામાં હતો. લાંબો હતો અને તેમણે પ્રથમ કાર્યકાળમાં ક્રાંતિકારી પગલાં ભર્યા હતાં. ભાંગેલી કોંગ્રેસને બેઠી કરી હતી. જાે કે ૧૯૭૫માં તેમણે એક ઐતિહાસિક ભૂલ પણ કટોકટી લાદવાની કરી હતી. પણ આ ભૂલ સુધારી તેમણે ૧૯૭૭માં કટોકટી હટાવી ચૂંટણી પણ આપી હતી અને તેમાં તેઓ હારી ગયા. પક્ષ હારી ગયો અને આઝાદી પછીની પ્રથમ બીનકોંગ્રેસી સરકાર રચાઈ હતી. જાે કે લોકોએ તેને ફરી ૧૯૮૦માં સત્તા પર પણ બેસાડ્યા હતાં. ૧૯૭૦ બાદ પાકિસ્તાનમાં ચૂંટણી બાદ જે રાજકીય કમઠાણ થયું અને પૂર્વ પાકિસ્તાન કહેવાતા વિસ્તારના નેતા શેખ મુજીબુર રહેમાનને પાકના લશ્કરી શાસક યાહ્યાખાને સત્તા પર ન બેસવા દીધા તેના કારણે આંતરવિગ્રહ જેવી સ્થિતિ થઈ. તે વખતે પાકિસ્તાનના આ શાસકે ભારત પર યુદ્ધ લાદવાનો પ્રયાસ કર્યો જે તેને ભારે પડી ગયો. ઈન્દિરાજીએ જરાપણ સમય બગાડ્યા વગર આપણા જવાનોને સાચા અર્થમાં છૂટો દોર આપ્યો. પાકિસ્તાનને તમામ મોરચે પરાસ્ત કર્યુ અને પૂર્વ પાકિસ્તાન પાકિસ્તાનની ચૂંગાલમાંથી આજાદ થયું અને બાંગ્લાદેશ બન્યું. બાંગ્લાદેશનું સર્જન થયું તેના કરતાં પાકિસ્તાનના ભાગલા થયા તે સૌથી મોટી ઘટના હતી. રાજકીય વિશ્લેષકો પણ એ વાત સ્વીકારે છે કે ફીલ્ડ માર્શલ માલોકુશાના નેતૃત્વ હેઠળ ત્રણેય પાખના જવાનોએ પાકિસ્તાનને જીંદગીભર યાદ રહે તેવો સબક ઈંદિરાજીના વડાપ્રધાનપદ હેટળની સરકારના રાજમાં શીખવાડ્યો હતો. અમેરિકાએતે વખતે યુનોમાં વીટો પાવર વાપરી ભારતને ઘેરવા પ્રયાસ કર્યો હતો પણ આંદિરાજીએ સોવિયેત સંઘ એટલે કે હાલની રશિયાની મદદથી અમેરિકા અને પાકિસ્તાનની જાેડીની આ ચાલ નિષ્ફળ બનાવી હતી. અમેરિકાએ સાતમો નૌકાકાફલો ઢાકા નજીક બંગાળના અખાતમાં મોકલવાની ચેષ્ટા કરી હતી પણ ઈંદિરા ગાંધીએ પોતાના સલાહકાર ડી.પી.ધારને તાત્કાલીક રશિયાને મોકલીને એવી વ્યૂહરચના ઘડી કે જેના કારણે અમેરિકાનો સાતમો નૌકાકાફલો ઢાકા પહોંચ્યો કે તરત જ તેની પાછળ રશિયાનો નૌકાકાફલો ગોઠવાઈ ગયો હતો. આ ઈંદિરા ગાંધીની કુનેહસભર રાજનીતિ અને લોખંડી વ્યક્તિત્વનો પ્રભાવ હતો. આજ રીતે ૧૯૭૪માં પોખરણમાં પ્રથમ અણુ અખતરો કરી સૌને ચોંકાવી દીધા હતા. જાે કે તે વખતે ભારતે કરેલી તૈયારીના ભાગરૂપે જ ભારત ૧૯૯૮માં વધુ અણુ અખતરા કરી શક્યું હતું. પણ પ્રથમ અણુ અખતરો તો ૧૯૭૪માં જ થયો હતો. બ્લુસ્ટાર ઓપરેશન બાદ ઉશ્કેરાયેલા આતંકવાદીઓએ તેમના અંગરક્ષકોને હાથો બનાવી આ લોખંડી મહિલાનો ભોગ લીધો. તે દિવસ પણ ૩૧મી ઓકટોબર ૧૯૮૪નો હતો જ્યારે જાેગાનુજાેગ એજ દિવસે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પણ છે. આમ બે લોખંડી વ્યક્તિત્વ એક જ દિવસ સાથે સંકળાયેલા છે. દેશની એકતા માટે જેમ સરદાર સાહેબને યાદ કરવા પડે તેમ પાકિસ્તાનના ભાગલા કરાવવાનું નિમિત્ત બનનાર ભારતના મહિલા વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીને યાદ કરવા જ પડે.
Auto / ટૂંક સમયમાં લોન્ચ થશે MINI કૂપરની ઇલેક્ટ્રિક કાર, જાણો શું છે તેમાં ખાસ
સાવધાન! / શું તમે પણ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપો છો? બેંક ખાતું આ રીતે ખાલી થઈ શકે છે!
Tips / જો તમારી કારમાં લગાવેલ ફાસ્ટેગ વધારે જૂનું થઈ ગયું છે તો દંડ થઈ શકે છે
Technology / તમે QR કોડ વિશે ભાગ્યે જ આ બાબતો જાણતા હશો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે
