Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ શું તમારા એકાઉન્ટમાં નથી બેલેન્સ? તો આ રીતે ખાતામાંથી ઉપાડો એકસ્ટ્રા પૈસા

જો કોઈ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય તો પણ તેમને એક લિમિટ સુધી પૈસા ઉપાડવાની છૂટ હોય છે. તે પૈસા તમને ઘર, એફડી અથવા વીમા પોલિસીને કોલેટરલ તરીકે રાખ્યા પછી મળી શકે છે

November 3, 2021Hemangi jani
Tech & Auto

  રાજયમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં લોકો ખરીદી કરે છે. વધતી જતી મોંઘવારીની વચ્ચે ઘણી વખત ખરીદીના કારણે લોકોનું બજેટ બગડી જાય છે. આવી સ્થિતિમાં તમારે તમારી બચતમાં મેનેજ કરવું પડશે. પરંતુ માત્ર તહેવારની ખરીદી માટે FD તોડવી, LICના પૈસા ઉપાડવા એ ફાયદાની વાત નથી. આવી સ્થિતિમાં તમારી પાસે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેનાથી તમારી ખરીદી પણ થઇ જશે અને તમારે બચતને તોડવી પણ નહીં પડે.

તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. જો તમે નોકરી કરો છો તો જાણી લો કે બેંક પોતાના ગ્રાહકોને સેલરી ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. આ સુવિધા હેઠળ તમે ખાતામાં જેટલી રકમ હોય તેટલી કે તેનાથી વધુ રકમ બેંકમાંથી ઉપાડી શકો છો. આમાં તમે તમારા પગારથી ત્રણ ગણા વધુ પૈસા બેંકમાંથી લઈ શકો છો. એટલે કે, ભલે તમારા ખાતામાં બેલેન્સ ન હોય, પરંતુ તમે તેનાથી વધુ પૈસા ઉપાડી શકો છો.

આ પણ વાંચો ;Covid-19 / વિશ્વને કોરોના મહામારીની મુસિબત આપનાર ચીન પોતે સંકટમાં, અહી થઇ શકે છે Lockdown

સેલરી ઓવરડ્રાફ્ટ એ બેંક દ્વારા આપવામાં આવતી લોન છે જે તમારા રેકોર્ડને જોયા પછી આપવામાં આવે છે. જેમ તમારે લોન ચૂકવવા પર વ્યાજ ચૂકવવું પડે છે, તેવી જ રીતે તમારે તેને ચૂકવવા પર વ્યાજ ચૂકવવું પડશે. પરંતુ તેનું વ્યાજ ક્રેડિટ કાર્ડ કરતાં સસ્તું છે.

જો કોઈ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય તો પણ તેમને એક લિમિટ સુધી પૈસા ઉપાડવાની છૂટ હોય છે. તે પૈસા તમને ઘર, એફડી અથવા વીમા પોલિસીને કોલેટરલ તરીકે રાખ્યા પછી મળી શકે છે. એટલું જ નહીં, હવે તમે ઈક્વિટી દ્વારા પણ ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. આના પર કોઈ ઇન્ટરેસ્ટ-ફ્રી પીરિયડ હોતો નથી. જે દિવસથી તમે ઓવરડ્રાફ્ટ સુવિધા માટે પૈસા ઉપાડો છો ત્યારથી વ્યાજ અને ફી જોડવાનું શરૂ થાય છે.

આ ઓવરડ્રાફ્ટ પ્રી-એપ્રૂવ્ડ હોય છે અને તેની મર્યાદા નિશ્ચિત હોય છે. તમે કોઈ પણ સમયે તે લિમિટ સુધી મિનિટોમાં પૈસા ઉપાડી શકો છો. જોકે, દરેક બેંકના પોતાના અલગ-અલગ નિયમો હોય છે. ઓવરડ્રાફ્ટ સુવિધા માટે તમારે દર મહિને 1 થી 3 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે આ લોન પર તમારે વાર્ષિક 12થી 30 ટકા વ્યાજ ચૂકવવું પડશે.

આ પણ વાંચો ;T20 World Cup / ટીમ ઈન્ડિયાની સતત બે હાર બાદ હવે ધોનીની ભૂમિકા પર પણ ઉઠ્યા સવાલ

Post navigation

વિશ્વને કોરોના મહામારીની મુસિબત આપનાર ચીન પોતે સંકટમાં, અહી થઇ શકે છે Lockdown
રાજ્યની જેલોમાં રહેલા આ કેદીઓને દિવાળીના તહેવારોમાં 15 દિવસની પેરોલ મુક્તિ મળશે

More Posts

AI Deepfake Rules 3 કલાકમાં કન્ટેન્ટ નહીં હટાવો તો કાર્યવાહી

National News/ AI ડીપફેક પર સરકારનો મોટો પ્રહાર! 36 કલાક નહીં, હવે માત્ર 3 કલાકમાં કન્ટેન્ટ હટાવવું પડશે

August 6, 2026August 6, 2026Jaymin Dhiman

Jeep Meridian/ પરીક્ષણ દરમિયાન જોવા મળી 2024 જીપ મેરિડીયન, ભારતમાં ADAS ટેક સાથે થઈ શકે છે લોન્ચ

January 5, 2024January 5, 2024Mansi Panara
RailOne App Indian Railway

Tech News/ UTS એપને બાય-બાય! 1 માર્ચથી UTS એપ બંધ, રેલવેએ લોન્ચ કરી નવી ‘RailOne’ સુપર એપ

February 12, 2026February 12, 2026Kinjal Pradipkumar Patel

Deepfake Spot/ તમે પણ ડીપફેક વીડિયોનો શિકાર બની શકો છો, આ રીતે તમારી જાતને બચાવો અને ડીપફેકને ઓળખો

November 7, 2023November 7, 2023Mansi Panara

Google Most Search in 2023/ ગૂગલે કહ્યું, આ વર્ષે ભારતના લોકોએ સર્ચ કર્યું એવું કે તમને જાણીને થશે આશ્ચર્ય 

December 12, 2023February 28, 2024khusbu pandya

Mobile/ samsung અને Nokia સહિત આ સ્માર્ટોફોનની કિંમત 5000થી પણ ઓછી, મળશે દમદાર ફીચર

February 19, 2021February 19, 2021Bhumika patel
Google Maps fails in China.

Tech News/ ચીનની મુસાફરી કરતી વખતે ગૂગલ મેપ્સ પર ન રહેતા નિર્ભર; જાણી લો ‘ગ્રેટ ફાયરવોલ’ નો કાયદો

August 29, 2026Abhay Jam

WhatsApp/ આ ફોનમાં WhatsApp નહીં ચાલે, Android અને iOS બંને છે લિસ્ટમાં

October 25, 2023Vijay Sagathiya
Earphones Users Alert

Tech News/ ઈયરફોનનો ઉપયોગ કરો છો તો આ સમાચાર વાંચીને તમે ચોંકી જશો

November 18, 2022Rahul Rathod

5G phones/ ભારતમાં ડિસેમ્બર સુધીમાં 31 મિલિયન વપરાશકર્તાઓ 5G ફોન્સ પર અપગ્રેડ થવાની અપેક્ષા છે: સર્વે

October 3, 2023October 3, 2023Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy