Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ શું તમારા એકાઉન્ટમાં નથી બેલેન્સ? તો આ રીતે ખાતામાંથી ઉપાડો એકસ્ટ્રા પૈસા

જો કોઈ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય તો પણ તેમને એક લિમિટ સુધી પૈસા ઉપાડવાની છૂટ હોય છે. તે પૈસા તમને ઘર, એફડી અથવા વીમા પોલિસીને કોલેટરલ તરીકે રાખ્યા પછી મળી શકે છે

November 3, 2021Hemangi jani
Tech & Auto

  રાજયમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં લોકો ખરીદી કરે છે. વધતી જતી મોંઘવારીની વચ્ચે ઘણી વખત ખરીદીના કારણે લોકોનું બજેટ બગડી જાય છે. આવી સ્થિતિમાં તમારે તમારી બચતમાં મેનેજ કરવું પડશે. પરંતુ માત્ર તહેવારની ખરીદી માટે FD તોડવી, LICના પૈસા ઉપાડવા એ ફાયદાની વાત નથી. આવી સ્થિતિમાં તમારી પાસે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેનાથી તમારી ખરીદી પણ થઇ જશે અને તમારે બચતને તોડવી પણ નહીં પડે.

તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. જો તમે નોકરી કરો છો તો જાણી લો કે બેંક પોતાના ગ્રાહકોને સેલરી ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. આ સુવિધા હેઠળ તમે ખાતામાં જેટલી રકમ હોય તેટલી કે તેનાથી વધુ રકમ બેંકમાંથી ઉપાડી શકો છો. આમાં તમે તમારા પગારથી ત્રણ ગણા વધુ પૈસા બેંકમાંથી લઈ શકો છો. એટલે કે, ભલે તમારા ખાતામાં બેલેન્સ ન હોય, પરંતુ તમે તેનાથી વધુ પૈસા ઉપાડી શકો છો.

આ પણ વાંચો ;Covid-19 / વિશ્વને કોરોના મહામારીની મુસિબત આપનાર ચીન પોતે સંકટમાં, અહી થઇ શકે છે Lockdown

સેલરી ઓવરડ્રાફ્ટ એ બેંક દ્વારા આપવામાં આવતી લોન છે જે તમારા રેકોર્ડને જોયા પછી આપવામાં આવે છે. જેમ તમારે લોન ચૂકવવા પર વ્યાજ ચૂકવવું પડે છે, તેવી જ રીતે તમારે તેને ચૂકવવા પર વ્યાજ ચૂકવવું પડશે. પરંતુ તેનું વ્યાજ ક્રેડિટ કાર્ડ કરતાં સસ્તું છે.

જો કોઈ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય તો પણ તેમને એક લિમિટ સુધી પૈસા ઉપાડવાની છૂટ હોય છે. તે પૈસા તમને ઘર, એફડી અથવા વીમા પોલિસીને કોલેટરલ તરીકે રાખ્યા પછી મળી શકે છે. એટલું જ નહીં, હવે તમે ઈક્વિટી દ્વારા પણ ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. આના પર કોઈ ઇન્ટરેસ્ટ-ફ્રી પીરિયડ હોતો નથી. જે દિવસથી તમે ઓવરડ્રાફ્ટ સુવિધા માટે પૈસા ઉપાડો છો ત્યારથી વ્યાજ અને ફી જોડવાનું શરૂ થાય છે.

આ ઓવરડ્રાફ્ટ પ્રી-એપ્રૂવ્ડ હોય છે અને તેની મર્યાદા નિશ્ચિત હોય છે. તમે કોઈ પણ સમયે તે લિમિટ સુધી મિનિટોમાં પૈસા ઉપાડી શકો છો. જોકે, દરેક બેંકના પોતાના અલગ-અલગ નિયમો હોય છે. ઓવરડ્રાફ્ટ સુવિધા માટે તમારે દર મહિને 1 થી 3 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે આ લોન પર તમારે વાર્ષિક 12થી 30 ટકા વ્યાજ ચૂકવવું પડશે.

આ પણ વાંચો ;T20 World Cup / ટીમ ઈન્ડિયાની સતત બે હાર બાદ હવે ધોનીની ભૂમિકા પર પણ ઉઠ્યા સવાલ

Post navigation

વિશ્વને કોરોના મહામારીની મુસિબત આપનાર ચીન પોતે સંકટમાં, અહી થઇ શકે છે Lockdown
રાજ્યની જેલોમાં રહેલા આ કેદીઓને દિવાળીના તહેવારોમાં 15 દિવસની પેરોલ મુક્તિ મળશે

More Posts

Not Set/ કેટલો સમય પસાર કરવો છે તેનું એલાર્મ મૂકી શકશો ફેસબુકમાં, લોન્ચ કર્યું આ જોરદાર ફીચર

November 22, 2018November 22, 2018foram patel
New Updates About Twitter

Twitter/ ટ્વિટરને લઈને નવા સમાચાર, ડિલીટ થશે 150 કરોડ એકાઉન્ટ, એલોન મસ્કનો ખુલાસો

December 9, 2022Rahul Rathod

Not Set/ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામનું સર્વર ક્રેશ,કરોડો યુઝર્સ અટવાયા

March 14, 2019March 14, 2019Maya Sindhav
AI

Tech News/ CBI નોટિસ અસલી છે કે નકલી? AI સત્ય ઉજાગર કરશે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખો.

May 21, 2026Panara Mansi

Technology/ ભારતમાં WhatsAppની મોટી કાર્યવાહી, એક ઝાટકે 75 લાખથી વધુ એકાઉન્ટ બંધ કર્યા

December 4, 2023Vijay Sagathiya
SIMCard

Latest Tech News/ સિમ કાર્ડનો એક ખૂણો કેમ કપાયેલો હોય છે? 99% લોકો નથી જાણતા આ સાચું કારણ, ડિઝાઈન પાછળ છે મોટું લોજિક

January 31, 2026Kavita Solanki

મસ્ક-ટ્વિટર/ Twitter પર હવે દસ હજાર શબ્દોમાં કરી શકાશે પોસ્ટ, મળશે અવનવા ફોન્ટ

April 15, 2023April 15, 2023jani

Not Set/ ભારતમાં બ્લેકબેરી બ્લેક ૨ થયો લોન્ચ, જાણો આ સ્માર્ટફોનના ફિચર્સ અને કિંમત

July 24, 2018July 24, 2018Harshid Patel
The car fell into a 400 feet deep canyon, this feature of the iPhone gave a person 'life'!

amazing features/ 400 ફૂટ ઊંડી ખીણમાં પડી કાર, iPhoneના આ ફીચરે વ્યક્તિને આપ્યું ‘જીવનદાન’!

July 27, 2023khusbu pandya

Not Set/ શું તમારા ફોનમાં આ એપ્લિકેશન છે? તરત જ કાઢી નાખો, નહીં તો બેંક ખાતું થઇ જશે સાફ

November 5, 2019Bhavesh Vyas
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy