અમદાવાદમાં સંબંધોને લજવતો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં સગીર યુવતીને તેનાં જ ભાભીએ દેહવિક્રેયમાં ધકેલી હોવાનું ખુલ્યું છે. વટવા જીઆઈડીસી વિસ્તારમાં રહેલી સગીરા બે મહિનાં પહેલા પોતાનાં ભાભી સાથે રામોલ રિંગ રોડ પર આવેલા પુષ્પક ફ્લેટમાં રહેવા ગઈ હતી. ત્યારબાદ થોડા દિવસો ભાભી સાથે રહીને પોતાનાં ઘરે પરત ફરી હતી અને બાદમાં ગણેશ ઉત્સવ સમયે ફરીથી ભાભીનાં ઘરે ગઈ હતી.
સગીરા તેનાં ભાભીનાં ઘરે ગઈ હતી તે સમયે તેનાં ભાભીએ જશોદાનગર ખાતે રહેતી પોતાની મીત્રને બોલાવી તેની સાથે મોકલી હતી. બાદમાં 16 સપ્ટેમ્બરનાં રોજ સગીરાની ભાભીનાં કહેવાથી ભાભીની મીત્ર સગીરાને નવરંગપુરા ખાતે હોટલ ક્રિસ્ટલમાં લઈ ગઈ હતી. જ્યાં એક યુવક પાસેથી 2 હજાર રૂપિયા લઈને હોટલમાં મોકલી હતી. જ્યાં યુવકે સગીરાની મરજી વિરુધ્ધ શારિરીક સંબંધો બાંધ્યા હતા. અને બાદમાં સગીરાને લઈને ઘરે આવીને રાતનાં સમયે સગીરાના ભાભીનાં કહેવાથી ઈસનપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા અન્ય યુવકનાં ઘરે લઈ ગઈ હતી. જ્યાં યુવક પાસેથી 2 હજાર રૂપિયા લઈને સગીરાને અન્ય રૂમમાં મોકલી હતી. જ્યાં યુવકે સગીરાની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતુ.
બાદમાં સગીરાને લઈને મહિલા પોતાનાં જશોદાનગર ખાતેનાં ઘરે લઈ ગઈ હતી, ત્યારે બીજા દિવસે સગીરાનો ભાઈ તેને આ મહિલા સાથે જોઈ જતા પોતાનાં ઘરે લઈ ગયો હતો અને બાદમાં સગીરાની ભાભીએ આ અંગે કોઈ પણ વ્યક્તિને જાણ કરવાની ના પાડી હતી. જોકે સગીરાએ આ મામલે પોતાનાં પરિવાજનોને જાણ કરતા અંતે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સગીરાની ભાભી સામે ઈમ્મોરલ ટ્રાફિકિંગ અને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપી મહિલાની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકીય / રાજ્યમાં ચૂંટણી નિશ્ચિત સમય જ યોજાશે :સી આર પાટીલ
દિવાળી સૌને ફળી / તહેવારોમાં લોકો નિકળ્યાં ફરવા, કાંકરિયા, સાયન્સ સીટી આકર્ષણનું કેન્દ્ર
ગુજરાત / તહેવારો વચ્ચે રોગચાળો વકર્યો, રાજ્યમાં ડેન્ગ્યૂના કેસ વધ્યાં
