T20 World Cup/ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ પહેલા પાકિસ્તાન માટે આવ્યા Good News, આ બે ખેલાડીઓ મેચમાં રમશે

આ મેચ પહેલા એવુ કહેવામા આવી રહ્યુ હતુ કે, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં પાકિસ્તનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ઓલરાઉન્ડર શોએબ મલિક Fit નથી. આ સમાચાર આવ્યા બાદથી પાકિસ્તાનની ટીમ અને આ ટીમનાં ફેન ઘણા દુઃખી થઇ ગયા હતા.

Sports
પાકિસ્તાનનાં આ બે ખેલાડીઓ

આજે એટલે કે ગુરૂવારે (11 નવેમ્બર) દુબઈમાં રમાનાર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની બીજી સેમીફાઈનલ પહેલા પાકિસ્તાન માટે એક Good News આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમે વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ઓલરાઉન્ડર શોએબ મલિકને આ મેચમાં રમવા માટે Green Signal આપી દીધુ છે.

પાકિસ્તાનનાં આ બે ખેલાડીઓ

આ પણ વાંચો – T20 World Cup / જીત બાદ લગ્નમાં આવેલા નારાજ ફૂવાની જેમ કેમ બેઠો રહ્યો James Neesham? હવે આપી આ પ્રતિક્રિયા

જણાવી દઇએ કે, આ મેચ પહેલા એવુ કહેવામા આવી રહ્યુ હતુ કે, સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં પાકિસ્તનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને ઓલરાઉન્ડર શોએબ મલિક Fit નથી. આ સમાચાર આવ્યા બાદથી પાકિસ્તાનની ટીમ અને આ ટીમનાં ફેન ઘણા દુઃખી થઇ ગયા હતા. સેમિફાઈનલની મેચમાં જો યોગ્ય બેટિંગ લાઇન અપ સાથે પાકિસ્તાનની ટીમ મેદાનમાં ન ઉતરે તો તેની અસર સીધી હાર-જીતનાં પરિણામ પર પડી શકે છે. જો કે આ પહેલા ટીમ જિયો ન્યૂઝે ટીમ મેનેજરને ટાંકીને પુષ્ટિ કરી હતી કે મોહમ્મદ રિઝવાન અને શોએબ મલિકની તબિયત સારી છે. આ પહેલા બુધવારે સમાચાર આવ્યા હતા કે બન્નેને હળવો તાવ છે. પાકિસ્તાની ટીમનાં મેનેજર મન્સૂર રાણાએ કહ્યું- અમને પૂરી આશા છે કે બન્ને ખેલાડીઓ આજે યોજાનારી સેમિફાઇનલ મેચમાં ચોક્કસપણે રમશે. બન્ને આજે ઓસ્ટ્રેલિયા સામે રમવા માંગે છે.

પાકિસ્તાનનાં આ બે ખેલાડીઓ

મળતી માહિતી અનુસાર, ફ્લૂનાં કારણે મલિક અને રિઝવાન બન્ને સેમિફાઇનલની પૂર્વ સંધ્યાએ પ્રેક્ટિસ માટે આવ્યા ન હોતા. જે બાદ એવી અટકળો ચાલી રહી હતી કે બંને ખેલાડીઓ આ મહત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ શકે છે. બન્નેની કોવિડ-19 નો ટોસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, રિઝવાને સુપર 12 રાઉન્ડમાં રમાયેલી પાંચ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી અને કુલ 214 રન બનાવ્યા હતા. મલિકે આ ટૂર્નામેન્ટ દરમિયાન અલગ-અલગ તબક્કામાં પોતાનો વર્ગ બતાવ્યો છે અને મિડલ ઓર્ડરમાં મહત્વપૂર્ણ રન બનાવ્યા છે. તેણે સ્કોટલેન્ડ વિરુદ્ધ માત્ર 18 બોલમાં 50 રન બનાવ્યા હતા, જે કેએલ રાહુલ સાથે આ વર્લ્ડકપમાં સૌથી ઝડપી રન છે.

પાકિસ્તાનનાં આ બે ખેલાડીઓ

આ પણ વાંચો – Cricket / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસને ન મળી જગ્યા, પસંદગી સમિતિ પર કરી આડકતરી રીતે ટીકા

પાકિસ્તાનની ટીમે વર્લ્ડકપ 2021માં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે અને તમામમાં જીત મેળવી છે. આ બન્ને ખેલાડીઓ તમામ મેચમાં ટીમનો ભાગ હતા. બન્નેનું ફિટ હોવું ખૂબ જ જરૂરી છે. જો બન્ને મેચમાંથી બહાર રહેશે તો પાકિસ્તાન માટે ઓપનિંગ અને મિડલ ઓર્ડર બંને પરેશાન થશે. કારણ કે રિઝવાન (મોહમ્મદ રિઝવાન) ઓપનિંગ કરે છે અને મલિક (શોએબ મલિક) મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળે છે. બન્ને ખેલાડીઓ શાનદાર ફોર્મમાં પણ છે. જણાવી દઇએ કે, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 23 T20 મેચ રમાઈ છે, જેમાં પાકિસ્તાને 13 મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ 9 મેચ જીતી છે, જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. બીજી તરફ T20 વર્લ્ડકપની વાત કરીએ તો બન્ને વચ્ચે છ વખત ટક્કર થઈ છે, જેમાં બન્નેએ ત્રણ-ત્રણ મેચ જીતી છે.