Cricket/ રવિ શાસ્ત્રીનું Team India નાં હેડ કોચમાંથી પત્તુ કટ થયા બાદ મળી મોટી જવાબદારી

ટીમ ઈન્ડિયા માટે T20 વર્લ્ડકપ 2021 આશા મુજબ રહ્યો નહી. ખેલાડીઓની સાથે કોચ પણ ટૂર્નામેન્ટ દરમિયાન ટીમને સાચી દિશા બતાવી શક્યા નહી. મળેલી હાર બાદ હવે રવિ શાસ્ત્રીને લઇને પણ ઘણી ચર્ચાઓ થઇ રહી હતી.

Sports
રવિ શાસ્ત્રી

ટીમ ઈન્ડિયા માટે T20 વર્લ્ડકપ 2021 આશા મુજબ રહ્યો નહી. ખેલાડીઓની સાથે કોચ પણ ટૂર્નામેન્ટ દરમિયાન ટીમને સાચી દિશા બતાવી શક્યા નહી. મળેલી હાર બાદ હવે રવિ શાસ્ત્રીને લઇને પણ ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. મળી રહેલી માહિતી અનુસાર, ભારતનાં ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઇ રહેલી નિવૃત્ત ખેલાડીઓ માટેની લિજેન્ડ્સ લીગ ક્રિકેટનાં કમિશ્નર તરીકે સામેલ કરવામાં આવ્યા છે. એલએલસીનું પ્રથમ સત્ર આવતા વર્ષે જાન્યુઆરીમાં ગલ્ફ દેશમાં યોજાવાનું છે.

રવિ શાસ્ત્રી

આ પણ વાંચો – T20 World Cup / વોર્નરને મળ્યો ‘Player of the Tournament’નો એવોર્ડ, તો રોવા લાગ્યો પાકિસ્તાની ફાસ્ટ બોલર

આપને જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમ સાથે કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કરનાર રવિ શાસ્ત્રીએ કહ્યું, “ક્રિકેટ સાથે સંકળાયેલું હોવું ખૂબ જ સારું લાગે છે, ખાસ કરીને રમતનાં દિગ્ગજો સાથે જેઓ તેમના સમયમાં ચેમ્પિયન રહ્યા છે.” તેમણે એક વિજ્ઞપત્તિમાં કહ્યું, “ગંભીર ક્રિકેટ સાથે ખૂબ જ મજા આવશે. આ દિગ્ગજોને ફરીથી કંઈ સાબિત કરવાની જરૂર નથી, પરંતુ તેમની પ્રતિષ્ઠા દાવ પર લાગશે. હું તમને ખાતરી આપી શકું છું કે તેઓ તેની સાથે કેવી રીતે ન્યાય કરે છે તે જોવું રસપ્રદ રહેશે.” જોકે પ્રકાશનમાં કમિશ્નર તરીકેની તેમની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 59 વર્ષીય ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું, “હું લિજેન્ડ્સ લીગ ક્રિકેટનો ભાગ બનવા માટે અત્યંત રોમાંચિત છું. આ એક અનોખી પહેલ છે અને અમે તેના માટે ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય જોઈ રહ્યા છીએ.”

રવિ શાસ્ત્રી

આ પણ વાંચો – T20 World Cup / આવી રીતે કોણ મનાવે જશ્ન? ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓએ જીત બાદ જુતામાં નાખી પીધો દારૂ, Video

Legends League Cricket: આ લીગમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ ક્રિકેટરો હશે. જેમાં તે ભારત, એશિયા અને બાકીની દુનિયાની ટીમોનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ટીમનાં ભૂતપૂર્વ ફિઝિયોથેરાપિસ્ટ એન્ડ્રુ લીપસ તેમની સાથે ડિરેક્ટર (સ્પોર્ટ્સ સાયન્સ) તરીકે જોડાયેલા છે. તે લીગ સાથે જોડાયેલા ખેલાડીઓની ફિટનેસનું ધ્યાન રાખશે.