Cricket/ અંતિમ બે ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડીઓ ટીમમાં પરત થયા

ચેન્નઈ ટેસ્ટમાં વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં પણ જીત મેળવવા આતુર છે.

Sports

ચેન્નઈ ટેસ્ટમાં વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં પણ જીત મેળવવા આતુર છે. આપને જણાવી દઇએ કે, બીસીસીઆઈએ આજે ​​ઈગ્લેન્ડ વિરુદ્ધ અમદાવાદમાં યોજાનારી છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.

ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને વિજય હજારે ટ્રોફી માટે મુક્ત કરવામાં આવ્યો છે. ફિટનેસ મૂલ્યાંકન બાદ તેની જગ્યાએ ઉમેશ યાદવને લેવામાં આવશે. વિજય હજારે ટ્રોફી માટે સ્ટેન્ડબાય ખેલાડી અભિમન્યુ ઇશ્વરન, શાહબાઝ નદીમ અને પ્રિયાંક પંચાલને પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

ટીમ આ મુજબ છે:

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટ કીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર) , આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

સ્ટેન્ડ બાય પ્લેયર્સ:

કે એસ ભરત, રાહુલ ચહર.

ઉલ્લેખનીય છે કે, પહેલી ટેસ્ટમાં 227 રનથી હાર્યા બાદ ભારત બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને 317 રને હરાવી આત્મવિશ્વાસથી ભરપૂર છે, હવે ચાર મેચની ટેસ્ટ સીરીઝ 1-1 થી બરાબરી પર છે અને જણાવી દઇએ કે, 24 ફેબ્રુઆરીથી અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમ ખાતે ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાવાની છે.

Cricket / કેપ્ટન કોહલીની ત્રીજી ટેસ્ટ મેચમાંથી થઇ શકે છે બાદબાકી

Cricket / ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચ માટે જાહેર કરી ટીમ, આ ખેલાડી ઘરે પરત ફરશે

Cricket / IPL 2021 હરાજી : ક્યારે અને ક્યાં થશે, કેટલા ખેલાડીઓની લાગશે બોલી, જાણો બધું

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ