આજે ભુપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટની બેઠક મળશે. ભાજપની પ્રદેશ કારોબારી બપોરે 12 વાગે કેબિનેટની બેઠક મળશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક મળવાની છે. આ બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો ;Cricket / આજથી શરૂ થશે રોહિત-દ્રવિડની પરીક્ષા, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરીઝની થશે શરૂઆત
જેમાં વાયબ્રન્ટ ગુજરાત તૈયારીઓ , મગફળી ખરીદી, અને અતિવૃષ્ટિ પાક નુકસાન સહાય બાબતે બેઠકમાં ચર્ચા થશે. આ ઉપરાંત રાજ્યમાં ઈંડા લારીઓ હટાવવા બાબતે અને રાજ્યમાં ગેરકાયદે તેમજ ડ્રગ્સ હેરાફેરી બાબતે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે .આ ઉપરાત આ બેઠકમાં અતિવૃષ્ટીને કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. જેથી ખેડૂતોને સહાય આપવા મામલે પણ વિચારણા ચાલી રહી છે.
આ પણ વાંચો ;Pride / કચ્છી સપૂત યુવા-સાહસિક પર્વતારોહી જતીનના સાહસને બિરદાવશે મલ્હાર કેમ્પિંગ
આ બેઠકમાં રાજકીય પ્રસ્તાવો રજૂ થશે. આ સાથે આજે પદ્મભૂષણ એવોડ મેળવેલા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. જેમાં 7 જેટલા એવોર્ડ મેળવેલા લોકોનું ભાજપ સન્માન કરશે. આ સમયે ભાજપના સિનિયર નેતાઓ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહશે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. તેમજ કાર્યકર્તાઓ સાથે મળીને આગાણી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે
