ગુજરાતમાં હાલ નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલએ જવાબદારી લીધી છે . તેમાં છતાં રાજકોટની પ્રજા હજુ પણ પૂર્વ મુખ્યમંત્રીને ભૂલી ણ હોઈ તેવું જાણવા મળ્યું છે . રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી નેમ પ્લેટ દમાં જોવા મળી રહ્યું છે . રાજકોટ ભાજપના કાર્યાલય પર લગાવવામાં આવેલી વિજય રૂપાણીની નેમ પ્લેટમાં હજી પણ મુખ્ય પ્રધાન લખાયું હતું. જેને લઇને ચર્ચાએ જોર પકડ્યું હતું. આ નામ ભુલથી લખાયું કે જાણી જોઇને તેને લઇને ચર્ચા જાગી હતી.
આ પણ વાંચો ;Political / કંગનાનાં આઝાદી નિવેદન પર નેતાજી સુભાષચંદ્ર બોઝનાં દીકરીએ કહ્યુ- માત્ર અહિંસાથી નથી મળી આઝાદી
આ પહેલાં હાલમાં જ રાજકોટમાં સ્ટેજ પર ત્રણ મોટા નેતાનો આંતરિક વાર્તાલાપ ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં પક્ષમાં ચાલતો આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયેલો જોવા મળ્યો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્ટેજ ઉપર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે ધારાસભ્ય ગોવિંદ પટેલ પહોંચ્યા હતા, બન્ને વચ્ચે કંઈક વાતચીત શરૂ થઈ હતી, તેવામાં સ્ટેજ પર વિજયભાઈ સાથે કાંઈક ચર્ચા કરે તે સમયે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પહોંચ્યા હતા.
આ પણ વાંચો ;NCRB / ભારતમાં છેલ્લા 20 વર્ષમાં આટલા કસ્ટોડિયલ ડેથ,ગુજરાત ટોપ પર
ત્યાં જ વિજયભાઈએ રામભાઈને બેસી જવા જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, તા.20ના રોજ ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો સાથે સી.આર.પાટીલ સાથે બીજા સ્નેહમિલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. છતાં તે પહેલા સંગઠનનું સ્નેહમિલન સોમવારે સાંજે 6 વાગ્યે રિંગ રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો આવે તેવા પ્રયાસો થયા હતા.
