સોશિયલ મીડિયા નાના બાળકોના રમુજી અને સુંદર વીડિયોઝથી ભરેલું છે. તે જ સમયે, હવે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ એક નાની છોકરીનો આ ફની વીડિયો પણ આ લિસ્ટમાં જોડાઈ ગયો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે નાની બાળકીનો વીકએન્ડ પ્લાન વરસાદને કારણે બરબાદ થઈ ગયો તો તેણે વરસાદ પર કેવી રીતે પોતાનો ગુસ્સો ઠાલવ્યો. અમને આશા છે કે આ વીડિયો ચોક્કસપણે તમારા ચહેરા પર એક સુંદર સ્મિત લાવશે.
આ પણ વાંચો :વિદેશી યુવતીએ અનોખા અંદાજમાં ગાઈ હનુમાન ચાલીસા, જુઓ વીડિયો
વાયરલ થઈ રહેલો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર me_and_my_bachchas નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે – જ્યારે વરસાદ તમારા વીકએન્ડ પ્લાનને બરબાદ કરી દે છે. વરસાદ શરૂ થતાની સાથે જ તેના ચહેરા પરના હાવભાવ બદલાઈ જાય છે અને તે ખરાબ મૂડમાં બોલે છે આર… યાર આની આગળ તેના રિએક્શન જોઈને તેમે પણ કહેશો કે આ કેટલી ક્યૂટ છે.
https://www.instagram.com/reel/CWBR8irAnJS/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :માનિકે માગે હિતે સોંગના અરબી વર્ઝનએ મચાવી ધૂમ, ઈન્ટરનેટ પર છવાયો આ સુંદર વીડિયો
આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો સુંદર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – કેટલું ક્યૂટ. બીજાએ લખ્યું – આનાથી મારો દિવસ બની ગયો.
આ પણ વાંચો :ખાલી હતું પ્લેન, તો ડાન્સ કરવા લાગી એર હોસ્ટેસ, પછી જે થયું….
આ પણ વાંચો :પાર્કમાં આરામથી બેઠા હતા લોકો, ત્યારે જ અચાનક આવી ગયો સિંહ અને….
આ પણ વાંચો :બિલ્ડીંગની ટોચ પર ઉભા રહી છલાંગ મારી રહ્યા હતા બાળકો, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ
