ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં હંમેશા ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે. તાજેતરમાં હસીન જહાને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જે ઝડપથી ઇન્ટરનેટ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હસીન જહાં એક તો કમ જિંદગાની ગીત પર ધમાકેદાર ડાંસ કરી રહી છે.
આ વીડિયોમાં હસીન જહાં જોઇ શકાય છે કે તે આ દરમિયાન સફેદ જૈકેટ અને બ્લેક પેન્ટ પહેરેલ છે. વળી, નેહા કક્કરનાં ગીત પર, ‘એક તો કમ જિંદગાની’ પર શાનદાર ડાંસ સ્ટેપ્સથી ફેન્સને મનોરંજન આપી રહી છે. હસીન જહાંએ આ વીડિયો 2 દિવસ પહેલા પોસ્ટ કર્યો છે અને અત્યાર સુધીમાં તે 52 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. ચાહકો વીડિયો પર ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
https://www.instagram.com/p/CGh6NpWAQ4I/?utm_source=ig_web_copy_link
હસીન જહાં પણ તેના અંગત જીવનને લઈને ખૂબ ચર્ચામાં છે. તેમણે મોહમ્મદ શમી પર ઘરેલું હિંસાનાં આરોપો સહિત ઘણા આરોપો લગાવ્યો હતો. જ્યારે હસીન જહાં એક જાણીતી મોડેલ પણ છે, બાળપણથી જ તેનું મોડેલ બનવાનું સ્વપ્ન હતું. આ સિવાય તે ફિલ્મ જગતમાં પણ કામ કરવા માંગતી હતી. ફક્ત આ ઇચ્છા પૂરી કરવા માટે તેણે કોલકાતામાં પોતાની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી. જોકે, તેણે પારિવારિક કારણોસર લગ્ન બાદ મોડેલિંગ છોડી દીધું હતું.
