બુધવારે લખનઉની એક કોર્ટે ડાન્સર અને અભિનેત્રી સપના ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. સપના ચૌધરી પર શો કેન્સલ કરવાનો અને દર્શકોને પૈસા પરત ન કરવાનો આરોપ છે. આ કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શાંતનુ ત્યાગીએ સપના ચૌધરી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે અને પોલીસને આગામી સુનાવણીમાં તેને કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો :સલમાન ખાને કોરોના રસીને લઈને લોકોને કરી આ અપીલ, જાણો શું કહ્યું એક્ટરે
કોર્ટે સપના ચૌધરી સામે આરોપો ઘડવાના છે, તેથી તેનું કોર્ટમાં હાજર રહેવું ખૂબ જ જરૂરી છે. આ મામલામાં તેની સામે FIR લખવામાં આવ્યા બાદ સપના ચૌધરીએ ફરિયાદને બરતરફ કરવાની અરજી કરી હતી, જે બાદમાં ફગાવી દેવામાં આવી હતી.
https://www.instagram.com/p/CRl-pMLsmGo/?utm_source=ig_web_copy_link
આપને જણાવી દઈએ કે સપના ચૌધરીની ધરપકડ કર્યા બાદ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરશે. સુનાવણીમાં, કોર્ટે સપના સામેના તમામ આરોપો નક્કી કરવાના છે, તેથી તેનું કોર્ટમાં હાજર રહેવું જરૂરી છે. મળતી માહિતી મુજબ, આ મામલામાં એફઆઈઆર થયા બાદ સપનાએ પોતે ફરિયાદ ખારીજ કરવા માટે અરજી કરી હતી, જો કે અરજી ફગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે આ કેસ ફરીથી ખોલવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાઘવ જુયાલ પર રેસિઝમનો આરોપ લાગતા સોશિયલ મીડિયા પર કરી સ્પષ્ટતા
આ FIR 14 ઓક્ટોબરે વર્ષ 2018માં આશિયાના પોલીસ સ્ટેશનમાં સપના ચૌધરી વિરુદ્ધ લખવામાં આવી હતી. આરોપ છે કે 13 ઓક્ટોબરે લખનૌના સ્મૃતિ ઉપવનમાં બપોરે 3 થી 10 વાગ્યા સુધી આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સપના ચૌધરી ઉપરાંત કાર્યક્રમના આયોજકો જુનૈદ અહેમદ, નવીન શર્મા, ઈવાદ અલી, અમિત પાંડે અને રત્નાકર ઉપાધ્યાય છે.
https://www.instagram.com/reel/CWPdJrIqo6y/?utm_source=ig_web_copy_link
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ દર્શકોએ 300-300 રૂપિયા આપીને તેની ટિકિટ ખરીદી હતી. સપના ચૌધરીના આ શોને જોવા માટે હજારો લોકો હાજર હતા પરંતુ જ્યારે સપના ચૌધરી 10 વાગ્યા સુધી ન આવી ત્યારે દર્શકોએ હંગામો મચાવ્યો હતો.
આ પણ વાંચો :અંકિતા લોખંડેની પ્રી વેડિંગ જશન શરૂ, બેચલર ગર્લ્સ પાર્ટીમાં જોવા મળી મિત્રોની ભીડ
આ પણ વાંચો :છૂટાછેડા પર છલકાયું સૈફ અલી ખાનનું દર્દ, કહ્યું- શું હું શાહરુખ ખાન છું, આટલા પૈસા ક્યાંથી લાવીશ?
આ પણ વાંચો :મહાત્મા ગાંધી વિરૂદ્વ નિવેદન મામલે કંગના પર કોંગ્રેસ કાયદાકીય કાર્યવાહી કરશે…
