ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે પુષ્ટિ કરી છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ભારતમાં જ યોજાશે. તેમણે કહ્યું કે બે નવી ટીમ નવી ઉમેરાતા IPLનો ક્રેઝ વધુ વધશે. અમારી આગળ મેગા ઓક્શન છે અને નવા સમીકરણો જોવું રસપ્રદ રહેશે. ચેન્નાઈમાં તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ હાજર હતા.
15th season of the IPL will take place in India and it will be more exciting with new teams joining. We have a mega auction coming up to see what the new combination looks like: BCCI Secretary Jay Shah
(File pic) pic.twitter.com/yGetnmfit8
— ANI (@ANI) November 20, 2021
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી IPLનું આયોજન ભારતના બદલે UAEમાં થઈ રહ્યું છે. ગયા વર્ષે કોરોના વાયરસને કારણે સમગ્ર ટૂર્નામેન્ટ UAEમાં યોજાઈ હતી, જ્યારે આ વર્ષે IPL 2021નો બીજો તબક્કો UAEમાં રમાયો હતો. આ વર્ષે ધોનીની આગેવાની હેઠળની CSK એ ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને ચોથું આઈપીએલ ટાઇટલ જીત્યું હતું.
આઈપીએલમાં ટીમોની કુલ સંખ્યા હવે આઠથી વધીને 10 થઈ ગઈ છે. બીસીસીઆઈ દ્વારા જે બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં લખનૌ ફ્રેન્ચાઈઝી અને અમદાવાદ ફ્રેન્ચાઈઝીનો સમાવેશ થાય છે. સંજીવ ગોએન્કાની માલિકીની RPSG ગ્રુપે રૂ. 7090 કરોડની બિડ કરીને લખનૌ ફ્રેન્ચાઇઝી મેળવી હતી, જ્યારે CVC કેપિટલે અમદાવાદ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે રૂ. 5625 કરોડની સફળ બિડ કરી હતી. ગોએન્કા બે વર્ષથી પુણે ફ્રેન્ચાઇઝ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ (RPS)ના માલિક છે.
