ભારતીય ટીમે કોલકાતામાં રમાયેલી ત્રીજી અને અંતિમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 73 રને હરાવીને ટી20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. આ જીતમાં ટીમ ઈન્ડિયા માટે ઘણા ખેલાડીઓએ યોગદાન આપ્યું હતું. જોકે છેલ્લી ક્ષણોમાં દીપક ચહરે પોતાની બેટિંગથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાામાં સફળ થયો હતો.
આ પણ વાંચો – Sports / 3 વર્ષ બાદ પાકિસ્તાની હોકી ખેલાડીઓ ભારતની ધરતી પર પગ મૂક્યા, હાર્દિક સ્વાગત
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રવિવારે ત્રણ T20 મેચોની સીરીઝની અંતિમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 73 રને હરાવ્યું હતું. ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી, કેપ્ટન રોહિત શર્માનું બેટ ફરી એકવાર કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં રન બનાવતું જોવા મળ્યું. રોહિત શર્માએ આ મેચમાં શાનદાર ઇનિંગ રમી અને સીરીઝની બીજી અડધી સદી ફટકારી. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં રોહિત શર્માએ વિસ્ફોટક બેટિંગ કરતા 31 બોલમાં 56 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ છક્કા અને પાંચ ચોક્કા પણ ફટકાર્યા હતા. જોકે, રોહિત શર્મા સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન 30 રન સુધી પહોંચી શક્યો નહોતો. રોહિત શર્મા ઉપરાંત ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા (56), ઈશાન કિશન (29) એ સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિત શર્માનાં આ શાનદાર પ્રદર્શનનાં ક્રિકેટ પ્રેમીઓ વખાણ કરી રહ્યા છે, જોકે આ મેચ દરમિયાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતે પણ એક ક્રિકેટરનાં શોટનાં દિવાના બની ગયા છે. દીવાના પણ એવા કે તેણે તે ખેલાડીને સન્માનમાં સલામી પણ આપી. જણાવી દઇએ કે, ભારતીય ઇનિંગ્સનાં અંત પછી, રોહિત શર્માનાં કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે દીપક ચહરને સલામ કરી રહ્યો છે.
https://twitter.com/ashMSDIAN7/status/1462442920229826560?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1462442920229826560%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-ind-vs-nz-3rd-t20-international-at-kolkata-deepak-chahar-hits-a-95-meter-long-six-captain-rohit-salutes-video-is-going-viral-5142565.html
આ પણ વાંચો – India vs Newzealand / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ મેચમાં રોહિતે તોડ્યો કોહલીનો વિરાટ રેકોર્ડ
આપને જણાવી દઈએ કે, રોહિત શર્માનાં આઉટ થયા બાદ ભારતીય ઈનિંગ્સ સંપૂર્ણપણે મુશ્કલીમાં આવી ગઈ હતી. જ્યારે ભારતીય ટીમની સાતમી વિકેટ 19મી ઓવરમાં પડી ત્યારે એવું લાગી રહ્યું હતું કે હવે ટીમ ઈન્ડિયા વિરોધી ટીમને 180 કે તેથી વધુનો સ્કોર ટાર્ગેટ તરીકે આપી શકશે નહીં. જો કે હર્ષલ પટેલનાં આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા દીપક ચહરે સ્ટેડિયમનાં ફેન્સને ખુશ કરી દીધા હતા. તેણે માત્ર આઠ બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન સિક્સર ફટકારી ત્યારે રોહિત શર્મા ખુશ થઈ ગયો હતો. આ પછી દીપકે સ્ટેડિયમની બહારથી જ ચહરને સલામી આપવાનું શરૂ કર્યું. કોલકાતામાં ન્યૂઝીલેન્ડ સામે T20 ઈન્ટરનેશનલ મેચમાં એડમ મિલ્નેની છેલ્લી ઓવરમાં દીપક ચહરે બે ચોક્કા અને એક છક્કા સહિત કુલ 19 રન બનાવ્યા હતા, જેના આધારે ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 184 રન બનાવ્યા હતા. 185 રનનાં વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા કિવી ટીમ 17.2 ઓવરમાં માત્ર 111 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે, પૂર્ણ સમયનાં કેપ્ટન તરીકે, રોહિત શર્માએ તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યું. રોહિત સમગ્ર સીરીઝ દરમિયાન આકર્ષક ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેથી તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
