Film Teaser/ રણવીર સિંહની ફિલ્મ 83 નું ટીઝર આવ્યું સામે, જાણો ક્યારે રિલીઝ થશે મૂવી

ભારતે 1983માં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ફિલ્મ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પ્રતિષ્ઠિત જીતની વાર્તા દર્શાવે છે.

Trending Entertainment
રણવીર સિંહ

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ’83’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. શાનદાર ટીઝર ફરી એકવાર ઐતિહાસિક ક્રિકેટ વર્લ્ડ કપની યાદો તાજી કરવી છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે આ ફિલ્મની રિલીઝ લાંબા સમયથી અટકી હતી. આવી સ્થિતિમાં, ટીઝર રિલીઝ થયા પછી, ચાહકો ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :અતરંગી રેના નિર્દેશક આનંદ એલ રાયે અક્ષય કુમારને લઈને કહી આ વાત…

ટીઝર વિશે વાત કરીએ તો, તે ગ્રેસ્કેલ વિઝ્યુઅલથી શરૂ થાય છે જે ભારતીય ક્રિકેટ ઇતિહાસના ગૌરવશાળી દિવસને દર્શાવે છે. 25 જૂન, 1983. સ્થળ – લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ, લંડન. વીડિયોનો અંત રણવીર સિંહ સાથે કપિલ દેવ બોલને પકડતા સાથે થાય છે. જણાવીદઈએ કે, કપિલ દેવનો આ કેચ વિવ રિચર્ડ્સને આઉટ કરે છે.

ભારતે 1983માં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. આ ફિલ્મ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની પ્રતિષ્ઠિત જીતની વાર્તા દર્શાવે છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં અહાન શેટ્ટી-તારા સુતારિયા તેમની ફિલ્મ તડપના પ્રમોશન માટે પહોંચ્યા

ફિલ્મનું ટીઝર શેર કરતા રણવીર સિંહે લખ્યું: “ભારતની સૌથી મોટી જીત પાછળની વાર્તા. સૌથી મોટી વાર્તા. સૌથી મોટો મહિમા. ’83 24 ડિસેમ્બર, 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.” આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં રિલીઝ થશે.

આ ફિલ્મમાં ઘણા કલાકારો કામ કરી રહ્યા છે. જેમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, હાર્ડી સંધુ, તાહિર ભસીન, એમી વિર્ક, પંકજ ત્રિપાઠી, સાકિબ સલીમ, ચિરાગ પાટીલ, ધૈર્ય કારવા, જતીન સરના અને બોમન ઈરાની મુખ્ય છે.

જુઓ ટીઝર

આ પણ વાંચો :જર્સી બાદ અલ્લુ અર્જુન સાથે ધાંસૂ ફિલ્મમાં કામ કરશે શાહિદ કપૂર!!

આ પણ વાંચો :એવું તો શું કર્યું આમિર ખાને કે, KGF 2 ના એક્ટર યશ અને મેકર્સની માંગવી પડી માફી

આ પણ વાંચો :‘ભેડિયા’થી વરુણ ધવનનો ફર્સ્ટ લુક આવ્યો સામે, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ