IND Vs NZ/ એક રન બનાવીને આઉટ થયેલા સાહાનાં નામે નોંધાઇ આ ખાસ ઉપલબ્ધી

સાહા 1946 પછી ભારત માટે ટેસ્ટ મેચ રમનાર સૌથી વધુ ઉંમરનો વિકેટ કીપર બન્યો છે. તેના પહેલા આ સિદ્ધિ દત્તારામ હિંદલેકરનાં નામે હતી. તેમણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી.

Sports
સાહાની અનોખી ઉપલબ્ધી

કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ (IND vs NZ First Test) માં શ્રેયસ અય્યરે પોતાના ડેબ્યૂ મેચમાં શાનદાર સદી ફટકારી છે. ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર તે 16મો ભારતીય ખેલાડી બન્યો છે. અય્યરે ટેસ્ટ મેચનાં બીજા દિવસે આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે કાનપુરમાં આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલા મહાન બેટ્સમેન ગુંડપ્પા વિશ્વનાથે કાનપુરનાં મેદાન પર ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હતી. આ મેચમાં બેટિંગ પહેલા જ ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

આ પણ વાંચો – IND Vs NZ / ‘એ મુહ સે સુપારી નિકાલ કર કે બાત કર રે બાબા’ દર્શકોને આ રીતે ટ્રોલ કરી રહ્યા છે વસીમ જાફર

આપને જણાવી દઇએ કે, સાહા 1946 પછી ભારત માટે ટેસ્ટ મેચ રમનાર સૌથી વધુ ઉંમરનો વિકેટ કીપર બન્યો છે. તેના પહેલા આ સિદ્ધિ દત્તારામ હિંદલેકરનાં નામે હતી. તેમણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમી હતી. જો કે, આ ચોક્કસ મેચમાં સાહા કોઈ ખાસ કામ કરી શક્યો ન હતો અને માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. તે ટિમ સાઉથીનાં હાથે વિકેટકીપરના હાથે કેચ આઉટ થયો હતો. બંગાળનો ઉભરતો સ્ટાર સાહા 37 વર્ષ 32 દિવસનો છે. તેણે 36 વર્ષ 338 દિવસની ઉંમરે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમનાર ફારૂક એન્જિનિયરને પાછળ છોડી દીધા છે. ભારત માટે સૌથી મોટી ઉંમરનાં વિકેટ-કીપરનો રેકોર્ડ દત્તારામ હિંદલેકરનાં નામે હતો, જેમણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 37 વર્ષ 231 દિવસની ઉંમરે રમી હતી. સાહાએ 2010માં નાગપુરમાં દક્ષિણ આફ્રિકાની મેચથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી બે મેચની ટેસ્ટ સીરીઝમાં વિકેટકીપર ઋષભ પંતને આરામ આપ્યો છે અને તેના સ્થાને સાહાને તક મળી છે. સાહા ઉપરાંત કેએસ ભરત પણ ભારતીય ટીમનો ભાગ છે, પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો નથી. સાહાએ 2006-07માં રણજી ટ્રોફીમાં પ્રવેશ કર્યો હતો. હૈદરાબાદ સામેની મેચમાં તેણે 111 રન બનાવ્યા હતા. સાહા ફર્સ્ટ ક્લાસ મેચમાં સદી ફટકારનાર બંગાળનો 15મો ખેલાડી બન્યો હતો.

આ પણ વાંચો – IND Vs NZ / શ્રેયસ ઐયરે પોતાની ડેબ્યૂ મેચમાં ફટકારી શાનદાર સદી, આ ક્લબમાં થયો સામેલ

મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે પોતાની પહેલી વિકેટ રવિન્દ્ર જાડેજાનાં રૂપમાં ગુમાવી હતી. ભારતીય ઓલરાઉન્ડરે 50 રનની શાનદાર ઇનિંગ રમી અને શ્રેયસ અય્યર સાથે સદીની ભાગીદારી કરી હતી. આ પછી બેટિંગ કરવા ઉતરેલા વિકેટ કીપર રિદ્ધિમાન સાહા વધુ કંઈ કરી શક્યા ન હોતા અને માત્ર 1 રન બનાવીને આઉટ થયા હતા. બીજા દિવસે શાનદાર લયમાં જોવા મળેલા શ્રેયસ અય્યરે ન્યૂઝીલેન્ડનાં બોલરો વિરુદ્ધ ધૈર્ય ધારણ કરી પોતાની પહેલી સદી ફટકારી હતી. જો કે આખરે તે 105 રન બનાવીને ટિમ સાઉથીનો શિકાર બન્યો હતો. છેલ્લા અપડેટ સુધી ટીમ ઈન્ડિયા 345 રન બનાવીને All Out થઇ ગઇ છે.