Not Set/ એફિલ ટાવરની સામે પતિની KISS કરતાં જોવા મળી નેહા કક્કર, જુઓ રોમેન્ટિક ફોટો

નેહા કક્કરે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે રોહનપ્રીત સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. બંને એફિલ ટાવર સામે ઉભા રહીને એકબીજાને કિસ કરતા જોવા મળે છે.

Trending Photo Gallery
નેહા કક્કર

બોલિવૂડ સિંગર નેહા કક્કર આ દિવસોમાં પતિ રોહનપ્રીત સિંહ સાથે પેરિસમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન નેહા કક્કર સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલ છે અને સતત તેની તસવીરો શેર કરી રહી છે.

આ પણ વાંચો :પ્લેબેક સિંગર શ્રદ્ધા પંડિતે એક્સ મેનેજર સામે નોંધાવી ફરિયાદ, જાણો શું છે મામલો

હાલમાં જ નેહા કક્કર દ્વારા.  કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે રોહનપ્રીત સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. બંને એફિલ ટાવર સામે ઉભા રહીને એકબીજાને કિસ કરતા જોવા મળે છે.

તસવીરોમાં નેહા કક્કર બેલ બોટમ પેન્ટ સાથે રેડ કલરનું ક્રોપ ટોપ પહેરેલી જોવા મળે છે. રોહનપ્રીત સિંહે સફેદ કલરનો સૂટ પહેર્યું છે.

આ તસવીરો શેર કરતાં નેહાએ લખ્યું, પ્રેમનું શહેર પેરિસ ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ જ્યારે તમે મારી આસપાસ હોવ ત્યારે જ. રોહનપ્રીત સિંહ તમારા વિના મારો પ્રેમ કંઈ નથી.

આ પણ વાંચો :રણવીર સિંહની ફિલ્મ 83 નું ટીઝર આવ્યું સામે, જાણો ક્યારે રિલીઝ થશે મૂવી

નેહા કક્કડે જેવી તસવીરો શેર કરીને કે તરત જ ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ તેમજ ફેન્સના રિએક્શન સામે આવવા લાગ્યા. કપલની તસવીર સૌ કોઈને પસંદ આવી રહી છે. રોહનપ્રીત સિંહે કોમેન્ટ કરીને લખ્યું છે ‘હું તને સૌથી વધારે પ્રેમ કરું છું…માય લવ’. તો ઉર્વશી રૌતેલાએ ફ્રેન્ચ ભાષામાં કંઈક લખ્યું છે. તો ટોની કક્કડે લખ્યું છે ‘પિક્ચર ઓફ ધ યર’. આ સિવાય ફેન્સે પણ બંને પર પ્રેમ વરસાવ્યો છે.

રોહનપ્રીત સિંહે પણ રોમેન્ટિક તસવીરો શેર કરી છે અને લખ્યું છે ‘લોકો એફિલ ટાવરને પ્રેમ કરે છે તેના કરતાં વધારે હું તને પ્રેમ કરું છું’. નેહા કક્કડને પતિનું આ કેપ્શન ખૂબ પસંદ આવ્યું છે.

નેહા કક્કડે બે દિવસ પહેલા પણ એફિલ ટાવર પાસે પોઝ આપતી તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું ‘પ્રેમના શહેર પેરિસથી પ્રેમ મોકલી રહી છું’. આ તસવીરમાં તે એકલી જોવા મળી હતી. રોહનપ્રીત સિંહે પણ સોલો તસવીર શેર કરી હતી અને તે જોઈને નેહાએ તેને ‘ક્યૂટ’ કહ્યો હતો.

આ પણ વાંચો : અતરંગી રેના નિર્દેશક આનંદ એલ રાયે અક્ષય કુમારને લઈને કહી આ વાત…

જણાવી દઈએ કે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે ગયા વર્ષે 24 ઓક્ટોબરે દિલ્હીમાં લગ્ન કર્યા હતા. નેહા કક્કરની પ્રેગ્નન્સીના સમાચાર ભૂતકાળમાં પણ ચર્ચામાં હતા. જોકે, સિંગરે તેને માત્ર અફવા ગણાવી હતી.

આપને જણાવી દઈએ કે નેહાએ થોડા દિવસો પહેલા તેની યુટ્યુબ ચેનલ પર લાઈફ ઓફ કક્કર્સ પર એક વીડિયો બનાવ્યો હતો જેમાં આખો પરિવાર વાયરલ થયેલા સમાચાર વિશે વાત કરે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે નેહા ગર્ભવતી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં અહાન શેટ્ટી-તારા સુતારિયા તેમની ફિલ્મ તડપના પ્રમોશન માટે પહોંચ્યા

આ પણ વાંચો :જર્સી બાદ અલ્લુ અર્જુન સાથે ધાંસૂ ફિલ્મમાં કામ કરશે શાહિદ કપૂર!!