સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાદા સલમાન ખાનની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાના લોકપ્રિય ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો કન્ટેન્ટ ક્રિએટર તરુણ નામદેવે શેર કર્યો છે. તરુણ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર જાહેર વિસ્તારોમાં લોકપ્રિય બોલિવૂડ ગીતો પર પોતની સાથે વૃદ્ધ લોકોને ડાન્સ કરાવતા વીડિયો શેર કરે છે અને તેના ફોલોઅર્સની સંખ્યા વધારે છે. 12 નવેમ્બરે શેર કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે સલમાન ખાનના સોંગ ઓ ઓ જાને જાના પર એક વૃદ્ધ વ્યક્તિ ડાન્સ કરતા જોઈ શકો છો.
આ પણ વાંચો :શરમાઈ ગયા પંડિતજી, જ્યારે ફેરા બાદ દુલ્હાના પિતાએ કહ્યું દુલ્હનને Kiss કરી લે…
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે સલમાન ખાનના સોંગ ઓ ઓ જાને જાના પર એક વૃદ્ધ વ્યક્તિ ડાન્સ કરતા જોઈ શકો છો. તરુણ નામદેવ પણ તેની સાથે ફૂટપાથ પર નાચવા લાગે છે. તેને જોઈ રહેલા લોકો પણ આ શોને ખૂબ એન્જોય કરી રહ્યા છે. આ વીડિયો જોવા માટે ખરેખર ક્યૂટ છે. વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે, “વન લાઈક ઇન ફોર અંકલ”.
https://www.instagram.com/reel/CWLbutTjMdH/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :ડોગ અને માલિક વચ્ચે થયું ફૂડ કોમ્પિટિશન, જુઓ કોની થઈ જીત
લોકો આ વીડિયોને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. અંકલના ડાન્સે બધાના દિલ જીતી લીધા છે. તરુણ નામદેવના ડાન્સના લોકો પણ વખાણ કરી રહ્યા છે. વળી, લોકો વૃદ્ધોના ડાન્સના વખાણ કરતાં થાકતા નથી. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- કાકાએ તરુણ કરતા સારો ડાન્સ કર્યો છે. બીજાએ લખ્યું – ખૂબ સારું.
આ પણ વાંચો :ટ્રેનમાં બેસવાની જગ્યા ન મળ્યા યુવકે કર્યો એવો જુગાડ કે, બધા જ રહી ગયા જોતાં
આ પણ વાંચો :બાળકનું થઈ રહ્યું હતું મુંડન, જોઈને રડવા લાગી માતા, જુઓ આ ક્યૂટ વીડિયો
આ પણ વાંચો :વાન ઉપર ચડીને ચાર મિત્રોએ કર્યો છૈયા છૈયા સોંગ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો
