Viral Video / બાળકનું થઈ રહ્યું હતું મુંડન, જોઈને રડવા લાગી માતા, જુઓ આ ક્યૂટ વીડિયો

મુંડન વિધિ એક મહત્વપૂર્ણ હિંદુ પરંપરાનો એક ભાગ છે, જ્યાં જન્મ પછી પ્રથમ વખત બાળકનું માથું મુંડન કરવામાં આવે છે. એક વાળંદ બાળકનું મુંડન કરે છે.

મોટાભાગના બાળકોનું જ્યારે મુંડન કરવામાં આવે છે ત્યારે તેઓ ખૂબ જ રડે છે. પરંતુ, શું તમે ક્યારેય જોયું છે કે બાળકના મુંડન સમયે તેની માતા રડતી હોય. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક માતા પોતાના પુત્રની મુંડન સેરેમની દરમિયાન રડી રહી છે. મે મહિનામાં તેના પુત્રની મુંડન સેરેમની બાદ કન્ટેન્ટ સર્જક ઐશ્વર્યા કૌશિક સેઠે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો હતો. વર્ષો જૂની હિંદુ પરંપરા મુજબ તેના પુત્રને તેનું માથું મુંડન કરાવતા જોવું તે તેના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. ઐશ્વર્યા, જે એક વીડિયો કન્ટેન્ટ ક્રિએટર છે, તેણે આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને તેને 43 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો :વાન ઉપર ચડીને ચાર મિત્રોએ કર્યો છૈયા છૈયા સોંગ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

મુંડન વિધિ એક મહત્વપૂર્ણ હિંદુ પરંપરાનો એક ભાગ છે, જ્યાં જન્મ પછી પ્રથમ વખત બાળકનું માથું મુંડન કરવામાં આવે છે. એક વાળંદ બાળકનું મુંડન કરે છે. આ વાયરલ વીડિયોમાં ઐશ્વર્યાનો દીકરો મોબાઈલ ફોન પર બેસીને કાર્ટૂન જોતો જોવા મળી રહ્યો છે. આ નજારો જોઈને બાળકની માતાની આંખમાં આંસુ આવી ગયા.

વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, “જ્યારે મારા વાળ કપાયા હતા ત્યારે આટલું દુ:ખ ક્યારેય નથી લાગ્યું.” 43 મિલિયન વ્યુઝ માટે ચાહકો અને અનુયાયીઓનો પણ આભાર માન્યો. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું. “તમે બે ખરેખર સુંદર છો. અદ્ભુત દોસ્ત.” બીજાએ લખ્યું, “તમારું બાળક ખૂબ સુંદર છે.”

આ પણ વાંચો :અરે યાર… મોલ કેવી રીતે જઈશું,વરસાદ જોઈને નાની બાળકી થઈ ગુસ્સે, જુઓ ક્યૂટ વીડિયો

આ પણ વાંચો : વિદેશી યુવતીએ અનોખા અંદાજમાં ગાઈ હનુમાન ચાલીસા, જુઓ વીડિયો

આ પણ વાંચો :માનિકે માગે હિતે સોંગના અરબી વર્ઝનએ મચાવી ધૂમ, ઈન્ટરનેટ પર છવાયો આ સુંદર વીડિયો


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment